Gujarat

સુરત : વરસાદને કારણે લગ્નપ્રસંગમાં વિઘ્ન છતાં જાનૈયા બેન્ડ બાજાના તાલે ઝૂમ્યા

By GS Team
1 Dec 20211 min read
This article was originally published on 1 Dec 2021
સુરત : વરસાદને કારણે લગ્નપ્રસંગમાં વિઘ્ન છતાં જાનૈયા બેન્ડ બાજાના તાલે ઝૂમ્યા

સુરત, તા. 01 ડિસેમ્બર 2021 બુધવાર

આજે વહેલી સવારથી જ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને લગ્નપ્રસંગમાં વિઘ્ન આવ્યું છે. જો કે આ વચ્ચે કેટલાક જાનૈયાઓએ ચાલુ વરસાદે બેન્ડ બાજાની સાથે ઝૂમવાની મજા લીધી જોવા મળી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી બાદ માવઠુ અને વરસાદ ખેડૂતો અને લગ્નપ્રસંગો માટે ચિંતા લઈને આવ્યું છે. વરસાદના કારણે એકતરફ લગ્નમંડપ અને ડેકોરેશન ખરાબ થઇ રહ્યા છે અને પ્રસંગને યાદગાર બનાવવા લોકોએ કરેલા આયોજનો ઉપર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ વરસાદ વચ્ચે વેસુ વિસ્તારમાં જાનૈયાઓએ વરસાદની મજા લેતા લેતા લગ્નપ્રસંગ મહાલ્યો હતો. 

જાનૈયાઓમાં પુરુષો શેરવાની અને મહિલાઓ ચણિયા-ચોળી પહેરી, સાડી પહેરીને પણ વરસાદમાં બેન્ડ બાજાના તાલે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદમાં સામાન્ય રીતે લોકો ભીંજાઈને બિમાર પડવા કરતા દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે આ જાનૈયાઓને નાચતા જોઈને અન્ય લોકોને થોડી અચરજ પણ લાગી હતી.