Gujarat

પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ

By GS TEAM
16 Mar 20262 mins read
પાટડી રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે બનેલો તકલાદી સીસી રોડ તોડવાનું શરૂ કરાયુ

- 7 કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

- માત્ર બે મહિના પૂર્વે બનેલો રોડ તોડવામાં આવતા કથિત ભ્રષ્ટાચાર થયો હોવાનું ફલિત થતું હોવાની લોકમુખે ચચા

પાટડી :  સાડા તાલુકાના પાટડી ગામના તળાવને સું ર બનાવવા અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કુલ રૂ. ૨૧ કરોડના ખર્ચે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે, જેમાંથી પ્રથમ તબક્કાનું કામ અં ાજે રૂ. ૭ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યં  હતું. આ કામગીરી હેઠળ તળાવની ફરતે આધુનિક રિવરફ્રન્ટ જેવો રોડ અને વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યો હતો.

આશ્ચર્યજનક રીતે લોકાર્પણના માંડ બે મહિનામાં જ રોડની હાલત ખખડધજ થઈ ગઈ હતી, જે કામની ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા થયા હતા.  તળાવ બ્યુટિફિકેશનના કામની શરૂઆતથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને તકલાદી કામ થયું હોવાની સ્થાનિક પાટડી શહેર કોંગ્રેસના આગેવાન દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આંખ આડા કાન કરતા અધિકારીઓ  અને તંત્ર સફાળુ જાગ્યું હતું અને કથિત રિવરફ્રન્ટના રોડના કાંકરા નિકળવા બાબતે કાર્યવાહી હાથ ધરી હતી. બે મહિના પૂર્વે બનેલ રોડ જેસીબી દ્વારા તોડવામાં આવ્યો હતો જેથી ભ્રષ્ટાચાર થયો હોવાનું આડકતરી રીતે તંત્ર દ્વારા જ સાબિત કરવામાં આવ્યુ હતું. 

અત્રે  ઉલ્લેખનીય છે કે સ્થાનિક રાજકીય આગેવાનના સગા દ્વારા પેટા કોન્ટ્રાક્ટમાં રોડની કામગીરી કરવામાં આવી હતી. આમ સરકાર દ્વારા આપવામાં આવતા લાખો રૂપિયાનો વેડફાટ કરી પાટડી નગરપાલિકાની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં થયેલ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ તથા કોન્ટ્રાક્ટર અને અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવા સહિતની માંગ સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.