Gujarat

સોશિયલ મીડિયામાં યુવતીના ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કરીને રૂપિયાની માગણી

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
સોશિયલ મીડિયામાં યુવતીના ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કરીને રૂપિયાની માગણી

રાજકોટ, તા. 03 માર્ચ, 2022

મૂળે ગોંડલના ભુણાવા ગામના પરંતુ હાલ રાજકોટમાં આઈ-301 જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા એક યુવક વિરૂદ્ધ શહેરની જ એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. નીલેશ પ્રેમજીભાઈ સોલંકી નામના આરોપીએ સોશિયલ મીડિયામાં ફરિયાદી યુવતીના નામે ફેક આઈડી બનાવીને ફોટા અપલોડ કર્યા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માગણી કરી હતી. આ ઉપરાંત બિભત્સ અને ધમકીભર્યા મેસેજ કરીને ફરિયાદીને માનસિક ત્રાસ પહોંચાડ્યો હતો. સાઈબર પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.