Gujarat

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા

By GS TEAM
9 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ જયકિશન હરીશભાઈ ખાનીયાએ સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. સોસાયટીએ તે ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા

Jamnagar Court : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ જયકિશન હરીશભાઈ ખાનીયાએ સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. સોસાયટીએ તે ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા  નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે આરોપી વિરુધ્ધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી.

 આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 1 વર્ષની જેલની સજા તેમજ રકમ રૂ.57,879 નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી જામનગરના એસ.પી.મારફત વોરંટની બજવણી કરવા કરવાનો હુકમ કરવામાં આવેલ  છે.