Gujarat

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો: છેલ્લા 48 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના 99 દર્દીના રિપોર્ટ પોઝીટીવ

By GS Team
7 Feb 20222 mins read
This article was originally published on 7 Feb 2022
જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો: છેલ્લા 48 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના 99 દર્દીના રિપોર્ટ પોઝીટીવ

- સમગ્ર જિલ્લામાં ત્રણ ગણા 344 ડિસ્ચાર્જ થયા: જ્યારે 48 કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલમાં પાંચ દર્દીઓના મૃત્યુ: એક દર્દીએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડયો

જામનગર, તા. 07

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે શનિવારે અને રવિવારે મોટી રાહત જોવા મળી છે. અને જામનગર શહેર અને જિલ્લાના 99 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે ત્રણ ગણાથી વધુ 344 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. શનિવારે સાંજ થી આજે બપોરે સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના બિછાને કુલ પાંચ દર્દીઓએ કોરોના ના કારણે દમ તોડયો છે. ત્યારે એક દર્દી એ ખાનગી હોસ્પિટલમાં દમ તોડયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના કેસ ધીમેધીમે ઘટી રહ્યા છે, અને કોરોના નો હાઉ ઓછો થયો હોવાથી તંત્ર માટે રાહતના સમાચાર છે. જામનગર શહેરના છેલ્લા 48 કલાક દરમિયાન શનિવારે 51 અને રવિવારે 18 સહિત કુલ 69 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે તેનાથી ચાર ગણા 239 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. તેની સાથે સાથે જામનગર ગ્રામ્ય માં પણ કેસમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, અને શનિવારે 22 અને રવિવારે કોરોનાનો આકડો સિંગલ ડીઝીટમાં આવી ગયો છે, ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 08 પોઝેટીવ કેસ નોંધાયા છે, કુલ 30 કેસની સામે ત્રણ ગણા 105 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

છેલ્લા 48 કલાક દરમિયાન કોરોના ના મૃત્યુ નો દર યથાવત રહ્યો છે, અને શનિવાર બપોર પછી થી આજે સોમવારે બપોર સુધીમાં 48 કલાકના સમયગાળા દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને કુલ પાંચ દર્દીઓના મૃત્યુ નિપજયા છે.

શનિવારે બપોર પછી જામનગરના વયોવૃદ્ધ દર્દી મામદભાઈ ઇબ્રાહીમભાઇ નું જામનગરની જી.જી. હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘુભાઈ વેજુભાઈ ઓડેદરા નામના દર્દીનું મૃત્યુ નીપજયું હતું ત્યાર પછી મોડી રાત્રે દેવભૂમિ દ્વારકા ના વતની રામીબેન કરસનભાઈ કનારાનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જામનગરતાલુકા ના મસીતિયા ના વતની અલ્લારખાભાઈ ઇસ્માઇલભાઈ ખફી નામના એક દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જામનગરમાં ગ્રીન સીટી વિસ્તારમાં રહેતા વેણીભાઈ કનખરા નામના 83 વર્ષીય વૃદ્ધ દર્દીઓ પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં પણ મહિલા દર્દીનું કોરોના થી મૃત્યુ નિપજયું છે.

આ ઉપરાંત જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં હાલ માત્ર 56 દર્દી દાખલ છે, જેમાં ૪૯ દર્દી કોરોના પોઝીટીવ છે. જ્યારે 7 દર્દીને કોરોનાના શંકાસ્પદ દર્દી ગણી સારવાર અપાઇ રહી છે.હજુ પણ 08 દર્દી વેન્ટિલેટરની મદદથી સારવાર મેળવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 48 કલાક દરમિયાન 3159 કોવિડ પરીક્ષણ કરાયા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 2284 પરીક્ષણ કરાયા છે, અને સમગ્ર જિલ્લામાં કુલ 5799 લોકોનું પરીક્ષણ કરાયું છે. જેમાં 99 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.