ડેમાઈ નજીક પોદાના તળાવમાંથી મૃત હાલતમાં મરઘા મળી આવ્યા

બાયડ,તા. 14
બાયડ તાલુકાના ડેમાઈ નજીક આવેલા પોદાના તળાવમાંથી મૃત હાલતમાં
મરઘા મળી આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. મૃત મરઘાને ખાડો ખોદીને યોગ્ય રીતે નિકાલ
કરવામાં આવે તેવી માંગણી કરી છે.
ડેમાઈના પોદાના તળાવમાં અંદાજીત ૧૦ મૃત હાલતમાં મરઘા તળાવમાંથી
મળી આવતા ડેમાઈના ખેડુતોેમાં રોષ ઉઠવા પામી હતી. ડેમાઈ ગ્રામ પંચાયતના વિસ્તારમા આવેલા
પોલ્ટ્રીફાર્મ આવેલા છે જેવો મૃત હાલતમાં આવા તળાવમાંથી મરઘા ફંેકી દેતા હોય છે. મૃત
હાલતમાં મરઘા મળી આવતા નજીકના વિસ્તારોમાં દુગધ
ફેલાવા લાગી હતી.આજુ બાજુના રહીશોને કહેવું છે કે આવી હાલતમાં મૃત હાલતમાં મરઘા
મળી આવતા ડેમાઈ ગ્રામ પંચાયત કચેરીમાં લેખિતમાં જાણ કરવામાં આવી હતી. મરઘાનો યોગ્ય
જગ્યાએ ખાડો ખોડીને નિકાલ કરવા ખેડુતો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. તળાવમાં મૃત હાલતમાં
મરઘાના કારણે પાણી પીવા આવતા પશુઓને ભારે હાલાકી જોવા મળી હતી.




