Gujarat

વડોદરા કોર્પોરેશનની જોખમી સવારી: બુલડોઝર ઉપર 7 મજૂરોની મુસાફરી

By GS Team
22 Nov 20211 min read
This article was originally published on 22 Nov 2021
વડોદરા કોર્પોરેશનની જોખમી સવારી: બુલડોઝર ઉપર 7 મજૂરોની મુસાફરી

વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર

વડોદરા શહેરમાં મજુરોના જીવ જોખમમાં મૂકી રસ્તા પર દોડતું વડોદરા કોર્પોરેશનનું બુલડોઝર ચર્ચાનો વિષય બન્યું છે. ડ્રાઇવર સહિત સાત મજૂરોની મુસાફરીનો જોખમી વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા સહિત સમગ્ર ભારત દેશમાં ટ્રાફિક નિયમનો અંગે કેટલાક લોકોમાં જાગૃતતા નો અભાવ જોવા મળે છે. અને ઘણીવાર જોખમી મુસાફરી ના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. જેમાં કેટલીક ઘટનાઓમાં વ્યક્તિના મોત પણ ભેટયા છે. ત્યારે વધુ એક આ પ્રમાણે ની ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા થી ફતેપુરા તરફ જવાના માર્ગ ઉપર વડોદરા મહાનગર પાલિકાના બુલડોઝરમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે. 

દ્રશ્યોમાં ડ્રાઇવર સહિત સાત મજૂરો જોખમી મુસાફરી કરતા દ્રશ્યમાન થાય છે. આમ વડોદરા મહાનગર પાલિકામાં પણ ટ્રાફિક નિયમનો અંગે જાગૃતતાનો અભાવ જોવા મળ્યો છે. શહેરીજનોને કાયદા અને નિયમોના પાઠ ભણાવતા વડોદરા મનપા સામે પણ હવે તમારો ઉભા થયા છે. અને આ પ્રકારની બેદરકારી દાખવનાર વિરુદ્ધ પગલાં ભરવાની માંગ ઉઠી છે.