Get The App

અમદાવાદ-દાહોદ હાઈવે પર ત્રણના મોત! ડિવાઈડર સાથે ટક્કર બાદ SUVના ફૂરચેફૂરચા ઊડ્યાં

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ-દાહોદ હાઈવે પર ત્રણના મોત! ડિવાઈડર સાથે ટક્કર બાદ SUVના ફૂરચેફૂરચા ઊડ્યાં 1 - image


Dahod Accident: અમદાવાદ-દાહોદ હાઈવે પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. લીમખેડા નજીક ઢઢેલા ટર્નિંગ નજીક એક બેકાબૂ બનેલી SUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ લીમખેડા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

નિયંત્રણ ગુમાવતા સર્જાયો અકસ્માત!

મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી કાર મહારાષ્ટ્ર પાસિંગની (MH) હતી. કારચાલકે ઢઢેલા ટર્નિંગ નજીક વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના કારણે કાર સીધી ડિવાઈડર સાથે જઈ ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો.

આ પણ વાંચો: અમરેલીમાં ભેદી ધડાકાથી લોકોમાં ફફડાટ! ખેડૂતના ઘરનું રસોડુ ધરાશાયી પણ ગેસ સિલિન્ડર સલામત

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, કારમાં સવાર ત્રણેય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી મોત નિપજ્યું હતું.  ઘટનાની જાણ થતા જ લીમખેડા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.