Gujarat

દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે (ચોથી એપ્રિલ) સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેલવાસના દેમણી રોડ પર આવેલા એક ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ ગંભીર ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાદરા નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ: 4 લોકોના મોત, 5ની હાલત ગંભીર

Dadra Nagar Haveli Gas Blast: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આજે (ચોથી એપ્રિલ) સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેલવાસના દેમણી રોડ પર આવેલા એક ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ રિફિલિંગની પ્રક્રિયા દરમિયાન સિલિન્ડરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો. આ ગંભીર ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


રિફિલિંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના

મળતી માહિતી મુજબ, દેમણી રોડ પર આવેલા આ ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ સિલિન્ડર રિફિલિંગની કામગીરી ચાલી રહી હતી. શનિવારે સવારે જ્યારે કામદારો રિફિલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો શક્તિશાળી હતો કે ગોડાઉનનો કાટમાળ ઉડીને રોડ પર ફંગોળાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો અનુભવ થયો હતો. વિસ્ફોટના અવાજને કારણે 30 મીટર દૂર આવેલી શાળાના બાળકો અને સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.


તંત્ર દ્વારા કડક તપાસના આદેશ

ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓનો કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતકોમાં ગોડાઉનના સંચાલકનો પણ સમાવેશ થાય છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પ્રશાસનિક ટીમોએ પણ સ્થળની મુલાકાત લીધી છે. આટલી ગંભીર દુર્ઘટના પાછળ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જવાબદાર છે કે કેમ તે દિશામાં તટસ્થ તપાસ શરૂ કરવામાં આવી છે.