Get The App

મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને નિવૃત ચીફ ફાયર ઓફિસરને ડીજીટલ એરેસ્ટ કરી ૨૧ લાખ પડાવી લેવાયા

બે કરોડના ફ્રોડના કેસમાં ક્રાઇમ બ્રાંચમાં લઇ જઇને થર્ડ ડીગ્રી ટોર્ચર કરવાની ધમકી આપીને ડરાવી દીધા હતા

નિવૃત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફોન કરીને તેમના પર મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને અલગ અલગ એજન્સીના નામે ધમકી આપી

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને નિવૃત ચીફ ફાયર ઓફિસરને ડીજીટલ એરેસ્ટ કરી ૨૧ લાખ પડાવી લેવાયા 1 - image

અમદાવાદ, સોમવાર

અમદાવાદ ફાયર બ્રિગેડના નિવૃત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફોન કરીને તેમના પર મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને અલગ અલગ એજન્સીના નામે ધમકી આપીને તપાસનું કહી ડીજીટલ એરેસ્ટ કરીને  ૨૧ લાખ રૂપિયા પડાવવામાં આવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે.

મણિનગર હરીહર સોસાયટીમાં આવેલા વ્રજભુમી એપાર્ટમેન્ટમાં રહેતા ૭૮ વર્ષીય બળદેવભાઇ પટેલ અમદાવાદ ફાયર બ્રિગેડમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત જીવન પસાર કરે છે. તેમને થોડા મહિના પહેલા અજાણ્યા નંબરથી વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ પોતાની ઓળખ મુંબઇ ક્રાઇમબ્રાંચના પીઆઇની આપી હતી અને જણાવ્યું હતુ કે સ્પાઇસ જેટના માલિકના ઘરેથી દરોડામાં તમારા આધાર કાર્ડ મળી આવ્યા છે અને મની લોન્ડરીંગનો કેસ થયો છે. જેથી તમને ૯૦ દિવસ સુધી એરેસ્ટ રાખવાના છે.

ત્યારબાદ ઇડીનો બનાવટી લેટર મોકલીને બે કરોડના મનીલોન્ડરીંગની વાત કરીને ડીજીટલ એરેસ્ટ કરીને મિલકતની વિગતો મેળવીને ચકાસણી માટે તમામ નાણાં મોકલી આપવાનું કહ્યું હતું. જેથી ડરી ગયેલા બળદેવભાઇએ કુલ ૨૦.૯૦ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. પરંતુ, નાણાં ટ્રાન્સફરનો મેસેજ બળદેવભાઇના પુત્રના મોબાઇલમાં આવતા પુત્રએ તેમને છેતરપિંડી થયાની જાણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.