Get The App

ભાયલી પાસે ફ્લેટ ભાડે રાખી IPL મેચો પર સટ્ટો રમાડવાનું નેટવર્ક

લેપટોપમાં ૧૦.૩૫ લાખ અને મોબાઇલમાં ૩ લાખ સટ્ટાનું બેલેન્સ ઃ મુંબઇના બુકી સહિત બે ફરાર

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
ભાયલી પાસે ફ્લેટ ભાડે રાખી IPL મેચો પર સટ્ટો રમાડવાનું નેટવર્ક 1 - image

વડોદરા, તા.13 ભાયલી પાસેના એક ફ્લેટમાં આઇપીએલની મેચ પર રમાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ જિલ્લા પોલીસે કરી એકની ધરપકડ કરી છે જ્યારે મુંબઇના શખ્સ સહિત બેને ફરાર જાહેર કરાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાયલીમાં પ્રિયા ટોકિઝ કેનાલરોડ પર આવેલ ક્રિસ્ટલ આર્કના એક ફ્લેટમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ પર સટ્ટો રમાય છે તેવી માહિતીના આધારે એલસીબીના સ્ટાફે ગઇરાત્રે ફ્લેટ પર દરોડો પાડતા હરદેવસિંહ અશોકસિંહ ડાભી (રહે.ક્રિસ્ટલ આર્ક ફ્લેટ, મૂળ ચન્દ્રેશનગર મેઇનરોડ, રાજકોટ) મળ્યો હતો.

પોલીસે ફ્લેટમાં તપાસ કરતાં એક લેપટોપ અને બે મોબાઇલ મળ્યા હતાં. આ બંને ઉપકરણો ચેક કરતા લેપટોપમાં ક્રિકેટ સટ્ટાની વિગતો તેમજ રૃા.૧૦.૩૫ લાખનું બેલન્સ અને મોબાઇલમાં રૃા.૩ લાખનું બેલેન્સ દર્શાવતું હતું. પોલીસે હરદેવસિંહની પૂછપરછ કરતાં પોતે મુંબઇમાં વસઇ ખાતે રહેતા રૃષભ પાસેથી ૫ ટકા કમિશનમાં આઇડી લીધું છે અને મેચ પર સટ્ટો રમાડું છું, ગ્રાહકોમાં પોતે મેહુલ શાહને ઓળખે છે જ્યારે અન્ય ગ્રાહકોને રૃષભ ઓળખે છે તેમ જણાવ્યું હતું. પોલીસે લેપટોપ, બે મોબાઇલ અને રોકડ કબજે કરી હરદેવસિંહ, રૃષભ અને મેહુલ શાહ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.