Get The App

ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની દક્ષિણ આફ્રિકા અને કેનેડા મેચ પર સટ્ટો ઃ બે ઝડપાયા

૧૧ મોબાઇલ, ટીવી, લેપટોપ અને રોકડ કબજે કરાઇ ઃ પાણીગેટનો જતિન પ્રજાપતિ ફરાર

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની દક્ષિણ આફ્રિકા અને કેનેડા મેચ પર સટ્ટો ઃ બે ઝડપાયા 1 - image

વડોદરા, તા.10 વડોદરા નજીક શંકરપુરા ગામની એક સોસાયટીમાં મકાન ભાડે રાખી પાણીગેટ વિસ્તારના સટ્ટેબાજ દ્વારા રમાડાતો આઇપીએલ મેચ પરનો સટ્ટો જિલ્લા પોલીસે ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી મોબાઇલો, ટીવી, રોકડ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ શંકરપુરા ગામે આવેલી અનંતા શુભલક્ષ્મી સોસાયટીના એક મકાનમાં હાલમાં ચાલી રહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની મેચો પર સટ્ટો રમાય છે તેમજ આજની મેચ સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચેની લાઇવ મેચમાં પણ મોબાઇલ પર સટ્ટો રમાય છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમે રાત્રે મકાનમાં દરોડો પાડયો હતો. પોલીસે ડોર બેલ મારતા એક શખ્સે દરવાજો ખોલ્યો  હતો તેનુ નામ પૂછતા દિપક ભયલાલ પટેલ (રહે.અનંતા શુભલક્ષ્મી સોસાયટી) જાણવા મળ્યું  હતું.

તેને સાથે રાખી પ્રથમ માળે તપાસ કરતા એક રૃમમાં બે શખ્સો જણાયા હતાં. તેઓ ટીવી પર તેમજ લેપટોપ પર ચાલતી મેચ પર સટ્ટો રમતા હતાં. સ્ક્રિન પર કેનેડાની બેટિંગ ચાલતી હતી. આ અંગે દિપકની પૂછપરછ કરતાં તેણે જતિન મકવાણા (રહે.આયુર્વેદિક ત્રણ રસ્તા, પાણીગેટ પાસે) દ્વારા ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની કબૂલાત કરી હતી. રૃમમાં હાજર અન્ય બે શખ્સોના નામ સુરેન્દ્રકુમાર ચીમનલાલ પટેલ (રહે.કડા દરવાજા, ખજૂરી મહોલ્લો, વિસનગર, જિલ્લો મહેસાણા) અને અલ્પેશ કાંતિલાલ કપાસી (રહે.નટરાજ એપાર્ટમેન્ટ, બસ સ્ટેશન રોડ, ગોધરા) જાણવા મળ્યા હતાં.

ક્રિકેટ સટ્ટો રમવા માટે ગ્રાહકોના ફોન દિપક રિસીવ કરતો હતો જ્યારે સુરેન્દ્ર લેપટોપમાં લાઇવ મેચના ભાવ તેમજ સેશન જણાવતો અને અલ્પેશ સોદાઓ લખતો હતો. પોલીસે ૧૧ મોબાઇલ, લેપટોપ, ટીવી અને રોકડ સહિત કુલ રૃા.૨.૮૬ લાખની મત્તા કબજે કરી હતી. પોલીસે જતિન પ્રજાપતિની પણ શોધખોળ હાથ ધરી છે.