Gujarat

રણોલી જીઆઇડીસીમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું જેસીબી અને ક્રેન વડે રેસ્ક્યુ, સ્લેબ તોડવો પડ્યો

By GS TEAM
24 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરાના રણોલી વિસ્તારમાં એક ગટરમાં ખાબકેલી ગાયનું મધરાતે ગટરનો સ્લેબ તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

રણોલી જીઆઇડીસીમાં ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું જેસીબી અને ક્રેન વડે રેસ્ક્યુ, સ્લેબ તોડવો પડ્યો

Vadodara : વડોદરાના રણોલી વિસ્તારમાં એક ગટરમાં ખાબકેલી ગાયનું મધરાતે ગટરનો સ્લેબ તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

રણોલી જીઆઇડીસીમાં થી પસાર થતી અઢી ફૂટ પહોળી અને પાંચેક ફૂટ ઊંડી ગટરમાં રાત્રિના સમયે એક ગાય ફસાઈ ગઈ હતી. ગાયનું માથું જ ફક્ત બહાર દેખાતું હતું અને શરીર કેમિકલ યુક્ત પાણીમાં ફસાયેલું હતું. 

આ સ્થળેથી પસાર થતાં કોઈ ગ્રામજનની નજર જતા લોકોને ભેગા કર્યા હતા અને ગાયને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા નહીં મળતા આખરે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. 

દરજીપુરાના ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના સબ ઓફિસર નરવતસિંહ પગી એ કહ્યું હતું કે, ગટરનો સ્લેબ તોડવો પડે એવી સ્થિતિ હોવાથી પોલીસની મદદથી લઈ જેસીબી મંગાવ્યું હતું અને રાત્રે 3 વાગે કામગીરી શરૂ કરી બે કલાક બાદ ગાયને બહાર કાઢી હતી. સ્લેબ તોડ્યા પછી ટ્રેન વડે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.