Gujarat

ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો

By GS TEAM
8 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ગાડી લે વેચનો ધંધો કરતા વેપારી પર બેટ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

Summarized by AI; it may make mistakes. Check important info

ગાડી લે-વેચનો ધંધો કરતા વેપારી પર પિતરાઈ ભાઈનો બેટથી હુમલો

Vadodara Crime : વડોદરામાં હાથીખાના વિસ્તારના મહાવત ફળિયામાં રહેતા અને ગાડી લે વેચનો ધંધો કરતા મુજફ્ફરખાન મહેમુદખાન પઠાણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રે 9:30 વાગે બસ સ્ટેન્ડની બહાર રોડ પર ઉભો હતો. તે દરમિયાન મારા મિત્ર ઉપેન્દ્ર પટેલનો ફોન આવતા હું વાતો કરતા કરતા બાજુમાં પાર્ક કરેલા પલ્સર બાઈક પર બેઠો હતો. તે દરમિયાન અમારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી મારા મામાનો છોકરો તથા તેનો મિત્ર પાછળથી આવીને મારા પર બેટથી હુમલો કર્યો હતો. હું ભાગવા જતા નીચે પડી ગયો હતો.  ત્યારબાદ મને ગાળો બોલી ધમકી આપી હતી કે હવે તું મારી નજરે ચડીશ તો તને જાનથી મારી નાખીશ.