Gujarat

રાજમહેલ રોડ પર ઝાડ પડતા બાઇક સવાર દંપતી અને પુત્ર દબાયા

By GS TEAM
24 Dec 20251 min read
રાજમહેલ રોડ  પર ઝાડ પડતા બાઇક સવાર દંપતી અને પુત્ર દબાયા

વડોદરા,બાઇક પર જતા દંપતી અને ૧૦ વર્ષના પુત્ર પર ઝાડ પડતા ત્રણેય ઝાડ નીચે દબાઇ ગયા હતા. લોકોએ તેઓને બહાર કાઢી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

પાદરાના ડભાસા ખાતે રહેતા હસમુદ્દીન અલમુદ્દીન ખાન (ઉં.વ.૪૦) ગઇકાલે રાત્રે તેમના બહેનને સ્ટેશન મૂકીને પત્ની શેહનાઝ  હસમુદ્દીન ખાન ( ઉં.વ.૪૦) તથા પુત્ર સાથે  ગઇકાલે રાત્રે બાઇક લઇને પરત ઘરે જઇ રહ્યા હતા. રાત્રે સવા દશ વાગ્યે રાજમહેલ રોડ તિબેટિયન માર્કેટ  પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન ઝાડ પડતા તેઓ રોડ પર પટકાયા હતા અને ઝાડ નીચે દબાઇ ગયા હતા. આજુબાજુના લોકોએ દોડી આવીને ત્રણેયને બહાર કાઢ્યા હતા અને છકડામાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા.   હસમુદ્દીનને છાતીના જમણા ભાગે તથા પગ પર ઇજા થઇ હતી. જ્યારે શેહનાઝને માથા, ગળા તથા કમર પર અને ૧૦ વર્ષના બાળકને જમણા કાન અને પગ પર ઇજા  પહોંચી હતી.