Gujarat

કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ

By GS TEAM
6 May 20261 min read
કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ

 અમદાવાદ,બુધવાર,6 મે,2026

ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી હયુમન પેપિલોમા વાયરસ વેકિસન આપવા અમદાવાદમા આજે મ્યુનિસિપલ કોર્પોરેશન મેગા ડ્રાઈવ કરશે.શહેરમાં ૧૫ વર્ષ સુધીની કિશોરીઓને ત્રણ હજાર રૃપિયાની વેકિસન વિનામૂલ્યે અપાશે. વેકિસનનો વધુને વધુ કિશોરીઓને લાભ મળે એ પ્રકારે આયોજન કરવા મ્યુનિસિપલ કમિશનરે આરોગ્ય અધિકારીને સુચના આપવી પડી હતી.કુલ ૪૮૫૬૧ના લક્ષ્યાંક સામે અત્યારસુધીમા ૨૨૧૩૭ કિશોરીઓનુ રસીકરણ કરાયુ છે.

અમદાવાદમાં એચ.પી.વી.વેકિસનને લગતો કેટલો લક્ષ્યાંક છે એવો સવાલ ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીને કરવામા આવ્યો હતો. તેમણે ૪૮ હજારનો લક્ષ્યાંક હોવાનુ કહેતા કમિશનરે તેમની પાસેથી ઝોન વાઈસ કયાં કેટલી  વેકિસન અપાઈ તેની વિગત માંગી હતી. દક્ષિણ ઝોનમાં સૌથી ઓછી વેકિસન અપાઈ હોવાથી હેલ્થ અને હોસ્પિટલ વિભાગના ડેપ્યુટી કમિશનર ભરત પરમારને કમિશનરે ટકોર કરતા કહ્યુ, તમારા જ ઝોનમા આટલુ નબળુ પરફોર્મન્સ કેમ કરીને ચલાવી શકાય.કમિશનરે મેડીકલ ઓફિસરને શહેરની અલગ અલગ શાળાઓમા જઈ તેના આચાર્યો તેમજ વાલીઓને પણ આ વેકિસનનુ મહત્વ સમજાવવા માટે કહ્યુ હતુ.