Gujarat

સાબરકાંઠામાં કોરોનાના રેકોર્ડબ્રેક 159, અરવલ્લીમાં 22 કેસ

By GS Team
23 Jan 20222 mins read
This article was originally published on 23 Jan 2022
સાબરકાંઠામાં કોરોનાના રેકોર્ડબ્રેક 159, અરવલ્લીમાં 22 કેસ

હિંમતનગર, મોડાસા તા. 22

શનિવારે હિંમતગનર પંથકમાં ૧૧૭ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. પોઝીટીવ કેસોનુ વધુ પ્રમાણ હિંમતનગર શહેરમાં જોવા મળ્યુ છે. તેજ રીતે ઈડર પંથકમાં ૨૦, ખેડબ્રહ્મામાં ૧૧,તલોદમાં ૮ અને પ્રાંતિજમાં ૩ મળી જિલ્લાના ૧૫૯ દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થયેલા જિલ્લાના મોટા ભાગના દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. પોઝિટિીવ દર્દીઓની સ્થિતિ પર જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમો નજર રાખી સ્થળ નિરીક્ષણ કરી સારવાર માટેનુ માર્ગદર્શન આપી રહી છે.

જિલ્લાના શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના મહામારી વકરતી જતા કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેના કારણે જીલ્લામાં એકિટવ કેસોનો આંક ૪૯૨ પર પહોચ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં ૨૦૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૮૬ દર્દીઓ કોરોના સંક્રમીત બન્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૮૦૦૧ દર્દીઓ પૈકી ૭૩૫૨ દર્દીઓ સારવાર મેળવી ડિસ્ચાર્જ થયા છે. જયારે અત્યાર સુધીમાં જીલ્લામાં ૧૫૭ વ્યકિતઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. અરવલ્લીના મોડાસામાં છેલ્લા ૨૨ દિવસમાં ૯૦ પોજીટીવ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૧૮૯ કેસે પહોંચ્યો હતો.શનીવારના રોજ જિલ્લામાં ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા.જે આંક ત્રીજી લહેરના ૨૨ દિવસમાં સૌથી વધુ જણાઈ આવ્યો હતો.મોડાસા નગરમાં ૧૪,તાલુકામાં ૦૩,ભિલોડા અને ધનસુરા તાલુકામાં બે-બે અને માલપુર તાલુકામાં એક મળી કુલ ૨૨ કેસ સાથે જ જિલ્લામાં એકટીવ કેસનો આંક ૭૯ એ નોંધાયો હતો. જિલ્લામાં છેલ્લા ૨૨ દિવસમાં કુલ નોંધાયેલ ૧૮૯ પોજીટીવ કેસના દર્દીઓ પૈકી  સારવાર બાદ ૧૦૯ દર્દી સ્વસ્થ થતાં અને જિલ્લામાં હાલ એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત નહી આવતાં તંત્ર અને પ્રજાજનોમાં હાલ મોટી રાહત  વર્તાઈ રહી છે.

દવાખાનામાં દર્દીઓની ભીડ સુપરસ્પ્રેડર બની રહી છે

વાતાવરણમાં આવેલ એકાએક પલ્ટો અને વકરતી જતી વાયરલ બીમારીને લઈ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય છે. ત્યારે સાંકડી દુકાનો જેવી જગાઓમાં ચલાવાતા દવાખાનાઓ જ જાણે સુપર સ્પ્રેડર બની રહયા હોય એમ દવાખાને જામતી ભીડથી જણાઈ રહયું છે.