Gujarat

જામનગર જિલ્લામાં ગઈકાલે કોરોનાનો ગ્રાફ ફરી સિંગલ ડીઝિટમાં: કુલ 07 પોઝિટિવ કેસ નોંધાયા

By GS Team
17 Feb 20221 min read
This article was originally published on 17 Feb 2022
જામનગર જિલ્લામાં ગઈકાલે કોરોનાનો ગ્રાફ ફરી સિંગલ ડીઝિટમાં: કુલ 07 પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર તા. 17

જામનગર શહેર અને જિલ્લામાં એક દિવસના ઉછાળા પછી ગઈકાલે ફરીથી કોરોના નો હાઉ ઘટ્યો છે, અને કોરોનાનો ગ્રાફ ફરી સિંગલ ડીઝીટમાં આવી ગયો છે, જેથી રાહતના સમાચાર છે. ઉપરાંત મૃત્યુના મામલે પણ છેલ્લા 24કલાકમાં એક પણ દર્દીના મૃત્યુ થયું ન હોવાથી પણ રાહત જોવા મળી છે.

સમગ્ર જીલ્લામાં ગઈકાલે કોરોનાના કેસમાં ફરીથી ઘટાડો થયો છે. જામનગર શહેરના 03 અને ગ્રામ્ય વિસ્તારના 04 સહિત કુલ 07 પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સામે જામનગર શહેરના 11 અને ગ્રામ્ય વિસ્તારના 03 સહિત કુલ 14 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં કુલ 11 દર્દીઓ કોવિડ વિભાગમાં દાખલ છે, જેમાં 09 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે બે દર્દી વેન્ટીલેટર મારફતે સારવાર મેળવે છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કારણે ગઈકાલે એક દર્દીના મૃત્યુના અહેવાલ મળ્યા પછી છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું ન હોવાથી જે મામલે પણ રાહત અનુભવાઇ છે.

આ ઉપરાંત મ્યુકોર્માઇકોસિસની બીમારીના નવા બે દર્દીઓ સામે આવ્યા છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ઇ.એન્ડ. ટી. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક દર્દીને ઈન્જેક્શન મારફતે સારવાર અપાઇ રહી છે, જયારે 65 વર્ષીય વૃદ્ધ મહિલા દર્દી, કે જેઓની તબિયત લથડી હોવાથી મેડિસિન વિભાગમાં વેન્ટિલેટર મારફતે સારવાર અપાઇ રહી છે.