Gujarat

કોરોના ઇફેક્ટ: શુક્રવારી બજાર અચોક્કસ મુદત માટે બંધ કરાવતા વિવાદ

By GS Team
21 Jan 20221 min read
This article was originally published on 21 Jan 2022
કોરોના ઇફેક્ટ: શુક્રવારી બજાર અચોક્કસ મુદત માટે બંધ કરાવતા વિવાદ

વડોદરા, તા. 21 જાન્યુઆરી

વડોદરા શહેરમાં કોરોના મહામારી ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોવાનું ધ્યાનમાં રાખી ફરી એકવાર માત્ર શુક્રવારી બજાર જ બંધ કરાવતા વિવાદ સર્જાયો છે જ્યારે વડોદરાના તમામ શાકમાર્કેટ સહિતના બજારોમાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી તેમ છતાં ચાલુ રાખવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં ૩૦૦૦થી વધુ કોરોનાના કેસો આવતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે અગાઉની જેમ જ ફરી એકવાર આજે સવારે શુક્રવારી બજાર ભરાવાની શરૂઆત થઇ હતી તે દરમિયાન વોર્ડ નંબર 8 ના અધિકારી કર્મચારીઓ અને દબાણ શાખા પોલીસ ની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી જઈ માઇક દ્વારા જાહેરાત કરી શુક્રવારી બજાર માં બેસતા પથારાવાળાઓ ને હટી જવા સૂચના આપી હતી.

દરમિયાનમાં વોર્ડ ઓફિસર કુણાલ શાહે જણાવ્યું હતું કે હાલમાં કોરોના ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની સૂચના પ્રમાણે દર શુક્રવારે ત્રીજા પાસે ભરાતા શુક્રવારી બજાર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેને ધ્યાનમાં રાખી આજે કોર્પોરેશનની દબાણ શાખા અને પોલીસની ટીમને સાથે રાખી પથારા વાળાઓને સુચના આપી હતી અને કોઈપણ પથારા વાળા ભેગા થઈ શુક્રવારી બજાર ભરે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.