Gujarat

સુરતમાં કોરોનાના કેસ વધતા જાહેર પરિવહન પર નિયંત્રણ

By GS Team
6 Jan 20221 min read
This article was originally published on 6 Jan 2022
સુરતમાં કોરોનાના કેસ વધતા જાહેર પરિવહન પર નિયંત્રણ

- આજથી સુરતમાં સિટી અને બીઆરટીએસ બસમાં 5૦ ટકા મુસાફરો સાથે સેવા શરૂ

- સંક્રમણ અટકાવવા માટે બસના દરવાજા ખુલ્લા રખાશે

પ્રતિનિધિ દ્વારા સુરત બુધવાર

સુરતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા પાલિકા તંત્રે જાહેર પરિવહન સેવા પર નિયંત્રણ શરૂ કર્યા છે. સુરતમાં દોડતી સિટી અને બીઆરટીએસ બસમાં આવતીકાલથી 5૦ ટકા મુસાફરો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા મુસાફરો એ કોરોના ની ગાઈડલાઈન નું ફરજીયાત પાલન કરવું પડશે.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે કોરોના 630 કેસ થતાં પાલિકા તંત્ર પણ ચોંકી ઉઠયું છે. સુરતમાં કોરોના અટકાવવા માટે પાલિકા તંત્રએ 45 દિવસ માટે કોમ્યુનીટી હોલ નું બુકિંગ બંધ કર્યું છે. હવે આવતીકાલથી સુરતમાં દોડતી સિટીબસ અને બીઆરટીએસ બસમાં પણ મુસાફરોની સંખ્યા 5૦ ટકા નિયત કરી છે. સુરત ની સીટી બસ બીઆરટીએસ બસમાં મુસાફરી માટે વ્યક્તિના બંને રોજ ફરજિયાત છે. આ ઉપરાંત માસ અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે. બસમાં સંક્રમણ ન ફેલાય તે માટે બસના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.