Gujarat

વડોદરાના સરદાર એસ્ટેટની ફેક્ટરીમાંથી કોપર વાયરોની ચોરી : ચોર ટોળકી સીસીટીવી પણ લઈ ગઈ

By GS TEAM
18 May 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ફેક્ટરીમાંથી 1.26 લાખના કોપર વાયરની ચોરી ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના સરદાર એસ્ટેટની ફેક્ટરીમાંથી કોપર વાયરોની ચોરી : ચોર ટોળકી સીસીટીવી પણ લઈ ગઈ

Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા રોડ ભવન્સ પાર્ટી પ્લોટ પાસે તુલસી હાઈટસમાં રહેતા નિમેષભાઈ કુમારભાઈ કવા સરદાર એસ્ટેટમાં ફેક્ટરી ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 15મી તારીખે 9:30 વાગે કંપની પર આવીને સામાન સરખો કરતો હતો ત્યારે જાણવા મળ્યું કે સ્ટોર રૂમમાં મૂકેલી કોપરની પાઇપો ગાયબ હતી. કંપનીના શોરૂમ પ્રોડક્શન તથા ફેબ્રિકેશન એરિયામાં તપાસ કરતા કોપરની પાઇપોના ટુકડા ગાયબ હતા. ચોર ટોળકી કંપનીમાં મારેલા પતરા સાથેની ગ્રીલ કાઢી અંદર ઘૂસી ચોરી કરી ગઈ હતી. ચોર ટોળકી પકડાવાના ડરે સીસીટીવી કેમેરા પણ ચોરી ગઈ હતી. 1.26 લાખની ચોરી કરનાર ટોળકી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.