વડોદરામાં ચૂંટણી ટાણે વોર્ડના જ પૂર્વ કાઉન્સિલરનું પૂર્વ મેયર માટે નિવેદનથી વિવાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ મેયર પિન્કીબેન સોની માટે તેમના જ પૂર્વ સાથી કોર્પોરેટર રાખીબેન મનોજભાઈ શાહે વિવાદિત નિવેદન આપ્યું છે. મેયર તરીકે પિન્કીબેન સોનીનો કાર્યકાળ વિવાદિત રહ્યો તે મામલે તેમણે જણાવ્યું કે, થોડા અનુભવી વ્યક્તિને મેયર બનાવ્યા હોત તો લોકોને તકલીફ ઓછી પડત, તેઓ કોર્પોરેટર તરીકે પ્રથમવાર ચૂંટાયા હતા અને તેમને મેયર બનાવી દેવામાં આવ્યા હતા એટલે બધી બાબતો તેઓ સારી રીતે ટેકલ ન કરી શક્યા.
કારણકે એમને યોગ્ય ગાઈડન્સ ન મળ્યું એટલે તેઓ વિવાદમાં રહ્યા. પોતાને ટિકિટ મળવા બાબતે રાખીબેને જણાવ્યું કે, જો "નો રિપીટ" થિયરી આવે છે તો મારા મિસ્ટર (પતિ) દાવેદાર થશે. કેમકે તેઓ છેલ્લા 35 વર્ષથી પક્ષમાં સક્રિય કાર્યકર છે અને ભૂતકાળમાં શહેરના હોદ્દા ભોગવી ચુક્યા છે. એમને પણ ટિકિટ આપે તો ટિકિટ ઘરમાં જ રહેશે તેથી કોઈ ફરક પડતો નથી. પરિવાર સિવાય જો અન્ય કોઈને પણ ટિકિટ મળે તો અમે તેમને સપોર્ટ કરીશું.









