Get The App

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચતા રોષે ભરાયેલા લોકોએ ભારે નારાજગી દર્શાવી

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ 1 - image

મ્યુનિ. કોર્પોરેશનની દબાણ અને સિક્યુરીટી શાખા દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વોર્ડ નં. ૮માં ગોરવા વિસ્તારમાં મહેશ્વર મહાદેવ મંદિથી મહીસાગર મંદિર તળાવ સુધીના વિસ્તારમાં દબાણો દૂર કરી સામાન જમા લેવાયો છે. આ ઉપરાંત ખોડિયાર નગર વિસ્તારમાં લારીઓ અને પથારાના દબાણો દૂર કરાયા છે.

વોર્ડનં. ૯ અને ૧૦માં ભાયલી-વાસણા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી, ત્યારે પ્રિયા સિનેમા નજીક આવેલી માતાજીની દેરી તોડી પાડતા સ્થાનિકો રોષે ભરાયા હતા.

જેથી દબાણશાખાની ટીમ તથા સ્થાનિકો વચ્ચે ભારે રકઝકથઈ હતી. સ્થાનિકોએ આગોતરી નોટિસ વગર અચાનકદેરી તોડી પાડવા અંગે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નારાજગી દર્શાવી છે.