Gujarat

હરાજીમાં જમીન ખરીદ્યા બાદ દબાણ નહીં હટાવવા છતાં કોર્પોરેશને વ્યાજની વસૂલાત કરતા વિવાદ

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
હરાજીમાં જમીન ખરીદ્યા બાદ દબાણ નહીં હટાવવા છતાં કોર્પોરેશને વ્યાજની વસૂલાત કરતા વિવાદ

વડોદરા, 03, માર્ચ, 2022   

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીનની હરાજી દરમિયાન ટીપી 60- એફ.પી.199/01 વાળા પ્લોટમાં ઓક્ટોબર વર્ષ 2020 દરમિયાન જમીન-મિલકત શાખા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેથી હવે ગોલ્ડન ગેટ ઇન્વેસ્ટમેન્ટના કિસ્સામાં સ્થાયી સમિતિ અને સામાન્ય સભાના ઠરાવ તેમજ અરજદારની અવેજની કુલ કિંમત પૈકી બાકી રહેલી રકમ 02,61,88,800 ઉપર દબાણ દૂર કર્યાથી સપ્ટેમ્બર 2021 સુધી વ્યાજની રકમ 22,74,230 વસૂલવા અરજદારની માંગણીને સ્વીકારવા અંગેનો નિર્ણય તથા આ અંગેની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં અંગેની મંજૂરી મેળવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ થઈ છે.

વડોદરા કોર્પોરેશનની માલિકીના ટીપીના પ્લોટોનું વેચાણ કરવા વર્ષ 2019-20 દરમિયાન હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપરોક્ત જગ્યા બાબતે વિવાન બિલડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડએ ખરીદ્યો હતો. જે પ્લોટની કિંમત 5.43 કરોડ ઉપરાંત હતી. જે પૈકી અંતિમ મુદત સુધીમાં 2.81 કરોડ જમા કરાવ્યા હતા. કોરોના કાળના પગલે પેમેન્ટ, ટમ્સ અને વ્યાજ અંગે ખાસ કિસ્સા તરીકે મુદત વધારવાની દરખાસ્ત મંજુર થઇ હતી. ત્યારબાદ વધુ 3.34 કરોડ જમા કરાવ્યા હતા. પરંતુ પ્લોટમાં દબાણ હોવાથી પજેશન મળી શકે તેમ ન હોય દબાણ દૂર કરવા તેમજ અવેજની રકમ જમા કરાવવામાં વિલંબ કરેલ હોય તે વ્યાજની રકમ જતી કરવા અરજદારે રજૂઆત કરી હતી. વર્ષ 2020 દરમિયાન આ પ્લોટના દબાણો કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જમીન-મિલકત શાખા દ્વારા અરજદારને પત્ર થકી સૂચના આપી બાકી પડતી વ્યાજની રકમ 27.44 લાખ રકમ ભરપાઈ કરવા જાણ કરી હતી. અરજદારે જે સમયથી દબાણ દૂર કરી પ્લોટ ખુલ્લો આપ્યો હોય તે તારીખથી વ્યાજની ગણતરી કરવા માંગણી કરી છે.