Gujarat

વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ

By GS TEAM
13 Apr 20262 mins read
TukuTouch Logo
ભાજપના કાર્યકર્તાઓએ જાતે જ બેનર ઉતાર્યા અને કોણે લગાવ્યાની તપાસની માંગણી કરી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ

Vadodara : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર શરૂ થયો છે તેમાં લોકોના રોષનો ભોગ કેટલાક ઉમેદવારો બની રહ્યા છે. તો બીજી બાજુ હવે રાજકીય પક્ષોમાં બેનરો લગાવી એકબીજાનો વિરોધ શરૂ કર્યો છે. આજે વોર્ડ નંબર 10 ના ભાજપના મહિલા ઉમેદવાર વિરુદ્ધ બેનરો લાગતા વિવાદ સર્જાયો છે. 

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર ઉમેદવારો દ્વારા શરૂ થયો છે ત્યારે લોકોનો સંપર્ક કરવામાં આવતા કેટલીક જગ્યાએ પાંચ વર્ષમાં દેખાતા નથી અને હવે દેખાઈ રહ્યા છો તેમ કહી લોકો ઉમેદવારો પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો આમને સામને બાજી કરતા બેનરો અને નિવેદનો કરી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 10 માં ભારતીય જનતા પાર્ટીએ મહિલા કોર્પોરેટર અવનીબેન સ્ટેમ્પવાલાને રીપીટ કરી ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં તે વિસ્તારના સ્થાનિક રહીશો કે અન્ય પક્ષના કાર્યકર્તાઓમાં નારાજગી થતા કેટલીક જગ્યાએ અવનીબેન સ્ટેમ્પવાલાનો વિરોધ કરતા બેનરો લગાડવામાં આવ્યા છે. 

ભાજપના મહિલા કોર્પોરેટર ગત પાંચ વર્ષમાં કામ કર્યું નથી ઉમેદવારની ખોટી પસંદગી થઈ છે તેવા અલગ અલગ લખાણો લખી વોર્ડ નંબર 10 ના વિવિધ સર્કલો ઉપર બેનરો લગાડવામાં આવ્યા છે. જેની જાણ ભાજપના વોર્ડ નંબર 10 ના ઉમેદવાર નીતિન દોંગા અને કાર્યકર્તાઓને થતા તેઓએ જાતે જ બેનરો ઉતારવાની કામગીરી કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી કોણે બેનરો લગાડ્યા છે તેની તપાસની માંગણી કરવામાં આવી છે.