Jamnagar Crime : મોરબીના વતની કોન્ટ્રાક્ટર રવિભાઈ મનુભાઈ સારસા નામના કોન્ટ્રાકટર યૂવાન પોતાના મિત્રો સાથે કારમાં બેસીને મોરબીથી જામનગર આવી રહ્યા હતા, અને ધ્રોળ નજીક એક હોટલ પર ઉભા રહીને ચા પાણી પી રહ્યા હતા.
જે દરમિયાન ખાનગી ફાઈનાન્સ કંપનીના વાહનો સીઝ કરતા બે વ્યક્તિ લાલભા અને સુખુભા પોતાના અન્ય એક સાગરિત સાથે ત્યાં ધસી આવ્યા હતા, અને આ તમારી જીજે 36 એ.સી. 4610 નંબરની કાર, કે જેના હપ્તા ચડી ગયા છે, તેમ જણાવી બળજબરીપૂર્વક ગાડી આંચકી ગયા હતા, અને કોન્ટ્રાક્ટર યુવાનને માર મારી હડધુત કરાયો હતો.
આખરે આ મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને કોન્ટ્રાક્ટર દલિત યુવાને પોતાની ગાડી ઝુંટવી લઈ પોતાને મારવા અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


