Gujarat

રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ

By GS TEAM
10 Oct 20251 min read
TukuTouch Logo
રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલે સગીર આરોપીના વાળ ખેંચી માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સમગ્ર મામલે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરને સસ્પેન્ડ કરાયો હતો. જ્યારે હવે આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ

Rajkot News : રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલે સગીર આરોપીના વાળ ખેંચી માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. સમગ્ર મામલે પીડિત પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરને સસ્પેન્ડ કરાયો હતો. જ્યારે હવે આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે સગીરના વાળ ખેંચી કાઢીને ક્રૂરતા આચરી હોવાનો વીડિયો એક મહિના પહેલાનો હોવાનું જણાય છે. આ મામલે નોંધાયેલી ફરિયાદમાં કોન્સ્ટેબલ સહિત એસીપી, પીઆઈ, પીએસઆઈનો પણ ઉલ્લેખ કરાયો હોવાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો: રાજકોટમાં ઝેર ગટગટાવનાર મહિલા પોલીસકર્મીનું અમદાવાદમાં મોત, ઘરકંકાસને લીધે જીવન ટૂંકાવ્યું

સગીરે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં મુજબ, 'એસીપીએ આદેશ આપ્યો કે, સગીર જે હેરસ્ટાઈલ કરીને આવ્યો છે તેને ખેંચી કાઢો... આ પછી કોન્સ્ટેબલે કહેલું કે, એસીપીનો આદેશ છે, તને મારવો પડશે...' સમગ્ર મામલે પોલીસ કમિશનર તપાસના આદેશ આપ્યા હતા અને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તાલીબાની સજા આપનાર કોન્સ્ટેબલને પોલીસે ઝડપી પાડ્યો છે.