Get The App

ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે

દરેક મતદાન મથક ઉપર ઓ.આર.એસ. સહિતની ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ કરાવાઈ

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણીને ધ્યાનમાં રાખી મ્યુનિ.હોસ્પિટલોના સ્ટાફને ૨૮ એપ્રિલ સુધી સ્ટેન્ડ ટુ રખાશે 1 - image

     

  અમદાવાદ,શનિવાર, 25 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે રવિવારે મતદાન યોજાશે. કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૨૬થી ૨૮ એપ્રિલ સુધી  કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોના સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામા આવશે. શહેરના દરેક મતદાન મથક ઉપર ઓ.આર.એસ.સહિતની ફર્સ્ટ એઈડ કિટ ઉપલબ્ધ કરાવવામા આવી છે.ત્રણ દિવસ દરમિયાન ત્રણ હજારથી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે.

કોર્પોરેશન દ્વારા ૨૮ એપ્રિલ સુધી ડિસ્પેચિંગ સેન્ટર, રિસીવિંગ સેન્ટર અને કાઉન્ટિંગ સેન્ટર ખાતે ડોકટરો ઉપરાંત નર્સો અને પેરા મેડિકલ સ્ટાફની ટીમોને ફરજ ઉપર મુકવામા આવી છે. મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીએ કહયુ, મહત્તમ તાપમાન રહેવાની સંભાવનાને ધ્યાનમાં લઈ રવિવારે મતદાનના દિવસે મોબાઈલ મેડિકલ વાન સહિત તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને તમામ ઝોનમાં સવારના ૭થી સાંજના ૬ કલાક સુધી ફરજ બજાવવા આદેશ કરવામા આવ્યો છે.કોર્પોરેશન સંચાલિત ચાર હોસ્પિટલોમા  તથા તેર જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૨૪ કલાક સારવાર આપવામા આવશે. ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં સવારના ૯થી સાંજના ૬ કલાક સુધી સારવાર આપવામા આવશે.

હિટવેવની આગાહીને ધ્યાનમાં લઈ કરવામા આવેલ આયોજન

-ઓ.આર.એસ. ઉપરાંત એન્ટી એમેટિક,એન્ટી પાયરેટિક અને એન્ટી બાયોટિક જેવી જરૃરી દવાઓ, ડ્રેસિંગ મટિરીયલ તમામ મતદાન મથક ઉપર ઉપલબ્ધ કરાવાયુ છે.

-મતદાન મથકમાં સમાવેશ કરવામા આવેલ તમામ મ્યુનિસિપલ શાળાઓમાંથી પાણીના સેમ્પલ લઈ લોકોને શુધ્ધ પાણી મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવાઈ છે.

ઝોન મુજબ મેડિકલ કીટ કયાં-કેટલી?

ઝોન    કીટની સંખ્યા

ઉ.પ.   ૫૫૦

પશ્ચિમ  ૨૭૪

પૂર્વ    ૭૪૨

દ.પ.   ૪૭૦

મધ્ય   ૪૦૦

ઉત્તર   ૧૭૫

દક્ષિણ  ૭૯૦