Gujarat

એલપીજી ગેસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ગટરના પાણીમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ

By GS TEAM
16 Mar 20261 min read
એલપીજી ગેસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ગટરના પાણીમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે વોર્ડ નંબર ૭ના તુલસીવાડી વિસ્તારમાંથી પસાર થતા નાળામાં પ્રધાનમંત્રીના જૂના નિવેદનને ટાંકીને ગટરના પાણીમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રતિકાત્મક પ્રયાસ કરાયો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ગટરના પાણીમાં તપેલું ઊંધું કરી ગેસ ઉત્પન્ન થાય તો સગડી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકાર પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર દ્વારા ગેસનો સ્ટોક પર્યાપ્ત હોવાનું કહેવામાં આવે છે, છતાં શહેરમાં એલપીજી સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે, વર્ષ૨૦૧૮માં રાયપુરમાં રહેનાર એક વ્યક્તિ શ્યામ રાવ શિર્કેએ ગટરમાંથી નિકળનારા મીથેન ગેસને રસોઈ ગેસ તરીકે ઉપયોગ કર્યો હતો. તેના આ પ્રોજેક્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કરતાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ ગટર પર વાસણ રાખી તેમાં હોલ કરી પાઈપ નાખી ગટરના ગેસથી ચા બનાવી હતી. જે સિમ્પલ ટેક્નોલોજી છે.