- રાજ્ય સરકારના કાર્યક્રમ સામે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન
પ્રતિનિધિ દ્વારા, સુરત, શુક્રવાર
રાજ્ય સરકાર દ્વારા હાલમાં શરૂ કરાયેલા અમૃત મહોત્સવ અંતર્ગત નદી ઉત્સવની ઉજવણી થઇ રહી છે. સરકારના આ કાર્યક્રમનો વિરોધ કરવા માટે કોંગ્રેસ દ્વારા સુરતમાં ખાડી ઉત્સવ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરત ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ સરકારના કાર્યક્રમની વિરુદ્ધમાં ખાડી ઉત્સવ કાર્યક્રમની જાહેરાત કરી હતી.
કોંગ્રેસના અગ્રણી નેતાઓએ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાપ્તાહિક કાર્યક્રમ જાહેર કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર પ્રજા ના રૂપિયા વેડફી નદી મહોત્સવ ઊજવી રહી છે. નદી ઉત્સવને બદલે સુરતમાં ખાડી બંધ કરી લોકોને સુવિધા આપવા કોંગ્રેસ દ્વારા માંગ કરાશે.
આ કાર્યક્રમ અંતર્ગત 1 જાન્યુઆરી ના રોજ ભજન ઉત્સવ રાખવા ઉપરાંત 2 જાન્યુઆરી એ ખાડી મહોત્સવ રામધૂન, 3 જાન્યુઆરી એ દલિતો ને ફૂડ પેકેટ અને ધાબળા વિતરણ કરવામાં આવશે. 4 જાન્યુઆરી એ સત્યનારાયણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર માસનો પહેરી હોય તો દંડ કરે છે તેની સામે કોંગ્રેસ દ્વારા 5 જાન્યુઆરી એ માસ્ક વિતરણ કરવામાં આવશે. 6 જાન્યુઆરી એ સફાઈ કર્મચારી સન્માન કરવા સાથે 7 જાન્યુઆરી એ દર્દીઓને ભોજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર પ્રજાના પૈસા વેડફીને વિવિધ ઉત્સવ કરે છે તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવા સાથે પ્રજાને મદદરૂપ થાય તેવા કાર્યક્રમો કરાશે.


