Baroda

ગોરવાના ભાવિકા કોમ્પ્લેક્સમાં આગ લાગતાં નાસભાગ મચી,25 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ગોરવા પંચવટી સ્થિત ભાવિકા બિઝનેસ હબમાં શોર્ટસર્કિટથી મીટરોમાં આગ લાગી. ગ્રાઉન્ડ ફ્લોર પર ધુમાડા નીકળતા ઉપર ચાલતા 25 વિદ્યાર્થીઓવાળા ટ્યુશન ક્લાસમાં અફરાતફરી મચી. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ ફાયરના સાધનો વડે આગ કાબૂમાં લેવાઈ, જેથી મોટી દુર્ઘટના ટળી. હાલ બિલ્ડિંગનું વીજ જોડાણ કાપી NOCની તપાસ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોરવાના ભાવિકા કોમ્પ્લેક્સમાં આગ લાગતાં નાસભાગ મચી,25 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

ગોરવા વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં શોર્ટસર્કિટને કારણે મીટરોમાં આગ લાગતાં ઉપર ચાલતા ટયુશન ક્લાસીસમાં અફરાતફરી સર્જાઇ હતી. જો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થિતિ કાબૂમાં આવી જતાં મોટું જોખમ ટળ્યું હતું.
ગોરવા પંચવટી ખાતે આવેલા ભાવિકા બિઝનેસ હબ નામના ત્રણ માળના બિલ્ડિંગમાં ખાનગી હોસ્પિટલ,લેબ અને બીજા તેમજ ત્રીજા માળે ત્રણ અંજલિ ક્લાસીસ,જાડેજા એકેડેમી અને ગુરૃ ક્લાસીસ નામના ખાનગી ટયુશન કલાસ આવેલા છે.
આજે સાંજે પોણા છ વાગ્યાના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેકટ્રિક મીટરોમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળવા માંડયા હતા અને ગભરાટ ફેલાતાં નાસભાગ મચી હતી.આ તબક્કે બે ટયુશન ક્લાસમાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓ હાજર હોવાથી તેઓ ગભરાયા હતા.
જો કે બિલ્ડિંગમાં એક્ઝિટની વ્યવસ્થા રાખવામાં આવી હોવાથી તમામ વિદ્યાર્થીઓને એક્ઝિટના રસ્તે નીચે લઇ જવાયા હતા. ફાયર બ્રિગેડને જાણ થતાં છાણી ટીપી ૧૩ની ટીમ દોડી આવી હતી.જો કે ત્યાં સુધી ક્લાસના ફાયરના સાધનોનો ઉપયોગ કરી આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી.

ફાયર બ્રિગેડને કોલ મળ્યો,વિદ્યાર્થીઓ ફસાયા છે
ગોરવાના કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતાં ત્યાંથી પસાર થતા વસંત જાદવ નામના યુવકનું ધ્યાન ગયું હતું.આ વખતે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ સાથે ધુમાડા નીકળતા હતા અને ઉપરના ફ્લોર સુધી ધુમાડા જતા હોવાથી બૂમરાણ મચી હતી.જો કે આ વિદ્યાર્થીઓને એક્ઝિટના રસ્તે નીચે લઇ જવામાં આવતા હતા.જેથી તેણે ફાયર બ્રિગેડને કોલ કરી વિદ્યાર્થીઓ ફસાયા છે તેમ કહેતાં તરત જ ટીમ આવી ગઇ હતી.
બિલ્ડિંગનું વીજ જોડાણ કાપ્યું,ફાયર એનઓસીની ફરી તપાસ કરાશે
ફાયર બ્રિગેડ દ્વારા ખાનગી ક્લાસીસ સામે ફાયર સેફ્ટિના પગલાંને લગતી તપાસ ચાલી રહી છે તે દરમિયાન આજે ટયુશન ક્લાસ ચાલતા હતા તે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડે ત્રણ માળના બિલ્ડિંગનું વીજ જોડાણ કાપી નાખ્યું છે અને એનઓસી ની ફરીથી ચકાસણી કરી ટયુશન ક્લાસમાં ટ્રેનિંગ આપવામાં આવનાર છે.