વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર, નીતિન રાણપરિયાને આપી ટિકિટ
Congress Annouce Visavadar By-Election Candidate: કડી વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી પણ પાર્ટીની ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને ટિકિટ આપી છે.
ભાજપ અને આપે જાહેર કર્યા ઉમેદવાર
વિસાવદર અને કડી બંને પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. આ પહેલાં આમ આદમી પાર્ટી અને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતાં. જેમાં ભાજપે વિસાવદર પર કિરીટ બાલુભાઈ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી મેદાન ઝંપલાવ્યું છે.
આ પણ વાંચોઃ કડી-વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી : આપ-કોંગ્રેસ બાદ ભાજપે પણ ઉમેદવાર જાહેર કર્યા
કોણ છે નીતિન રાણપરિયા?
નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, આ સિવાય વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી છે. નીતિન રાણપરિયાને પહેલીવાર કોંગ્રેસે વિધાનસભા બેઠકની ટિકિટ આપી છે. તેઓ વિધાનસભાની પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે.
કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ બેઠક?
ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.
આ પણ વાંચોઃ 3 વર્ષ બાદ કોરોનાથી અમદાવાદમાં મૃત્યુની પહેલી ઘટના, ગુજરાતમાં 320 એક્ટિવ કેસ નોંધાયા
કડી અને વિસાવદરમાં કઈ તારીખે યોજાશે પેટા ચૂંટણી?
આગામી 19 જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજાશે. આ દરમિયાન તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. જેથી મતદારો કોઈપણ મુશ્કેલી વિના મતદાન કરી શકે. મતદાન બાદ 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે.