કડી-વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી : આપ-કોંગ્રેસ બાદ ભાજપે પણ ઉમેદવાર જાહેર કર્યા
Kadi Constituency By Election: કડી વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં યોજાનાર પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે કડીથી રાજેન્દ્ર દાનેશ્વર ચાવડા અને વિસાવદરથી કિરીટ બાલુભાઈ પટેલને ટિકિટ ફાળવી હતી.
કોણ છે રાજેન્દ્ર ચાવડા?
રાજેન્દ્ર ચાવડાની વાત કરીએ તો તે મહેસાણાના જોટાણાના વતની છે અને બી.એ. સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે. તે 1972માં જનસંઘમાં જોડાયા હતા અને 6 ડિસેમ્બર 1980થી ભાજપના સભ્ય છે. તે મહેસાણામાંથી 1981 થી 1986 સુધી તાલુકા પંચાયતની ચૂંટણી જીતી સભ્ય રહી ચૂક્યા હતા.
![]() |
રાજેન્દ્ર ચાવડા |
કોંગ્રેસે કોને બનાવ્યાં ઉમેદવાર?
ગુજરાતમાં યોજનાર પેટાચૂંટણી માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC) દ્વારા 1 જૂનના રોજ કડી બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. કડી બેઠક માટે કડીના પૂર્વ ધારાસભ્ય અને લડાકુ નેતા રમેશ ચાવડાને પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. રમેશ ચાવડા વર્ષ 2012 થી 2017 સુધી કડીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમણે જાહેર લીડર હિતુ કનોડિયાને ચૂંટણીમાં હરાવ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીની પસંદ
જ્યારે બીજી બાજુ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની પણ પ્રથમ પસંદ રહેનાર રમેશ ચાવડાને કોંગ્રેસ દ્વારા કડી બેઠક માટે ફરીથી ટિકિટ આપવામાં આવી છે. રમેશ ચાવડા હવે આજે ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. જણાવી દઈએ કે, ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
આમ આદમી પાર્ટીમાંથી કોણ ઉમેદવાર?
કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ પણ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે 'કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે.