Get The App

ઈન્દોરમાં પણ સુરતકાંડઃ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, ભાજપના 'દિગ્ગજ' સાથે સેલ્ફી સામે આવી

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
ઈન્દોરમાં પણ સુરતકાંડઃ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું, ભાજપના 'દિગ્ગજ' સાથે સેલ્ફી સામે આવી 1 - image


Lok Sabha Elections 2024: સુરત લોકસભા બેઠક બાદ મધ્ય પ્રદેશની ઈન્દોર બેઠકથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર બેઠકથી પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ માહિતી આપી છે.

અક્ષય કાંતિ બમે ભાજપના નેતા સાથે સેલ્ફી પડાવી

ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'ઈન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.'

29મી એપ્રિલ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ

ઉલ્લેખનીય છે કે, ઈન્દોર લોકસભા બેઠક પર ચૂંટણી માટે 25મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આજે (29મી એપ્રિલ) ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે ચોથા તબક્કામાં 13મી મેના રોજ મતદાન થશે.

અક્ષય કાંતિ બમે 24મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભર્યું હતું

ઈન્દોર બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે 24મી એપ્રિલે ઉમેદવારી નોંધાવી હતી. એફિડેવિટમાં બામે પોતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે કાર નથી. પરંતુ તેઓ 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે.

અક્ષય કાંતિ બમ કેટલું ભણેલા છે?

અક્ષય કાંતિ બમે ઈન્દોરની ડેલી કોલેજમાંથી સીબીએસઈ બોર્ડનો અભ્યાસ કર્યો છે. પછી તેમણે મુંબઈની સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી બી.કોમ કર્યું. ત્યારબાદ તેમણે ઈન્દોરની પીએમબી આર્ટ એન્ડ લો કોલેજથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેમણે શ્રી વૈષ્ણવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, ઇન્દોરમાંથી એમબીએ અને પિલાનીથી શ્રીધર યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે.

આ પણ વાંચો: ગુજરાતની 26 નહીં 25 બેઠકો પર જ યોજાશે ચૂંટણી, ભાજપે કહ્યું- 'સુરતથી થયો જીતનો શુભારંભ'


Google NewsGoogle News