ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકામાં આજે બુધવારે સ્થાનિક પ્રશ્નોને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી, સફાઈ, રસ્તા, ગટર સહિતના મુદે વિપક્ષ દ્વારા જોરદાર હલ્લાબોલ કરાયોહતો. એટલુંજ નહીં પણ કોંગ્રેસના સભ્યો પીવાના પાણીના માટલા સાથે પહોંચી પ્રમુખ સમક્ષ ઉગ્ર ૨જૂઆત કરતા પ્રમુખે સકારાત્મક પગલા ભરવા ખાતરી આપી હતી.
ઉમરગામ પાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોઅને કાર્યકરો આજે બુધવારે વોર્ડનંબર 3, 6 અને 7માં જટીલ બનેલી સમસ્યા અંગે મોરચો કાઢી પાલિકા પ્રમુખ સમક્ષ હલ્લાબોલ કરી ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. વિપક્ષી સભ્યોએ પોતાના વોર્ડમાં કામો અને સમસ્યા અંગે શાસક પક્ષ દ્વારા પક્ષપાત કરવામાં આવતો હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો. ચૂંટાયેલા સભ્યોએ પાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ સમક્ષ પોતાના વોર્ડોમાં પીવાના પાણી, રસ્તા, ગટર, સાફ સફાઈ સહિતની જટીલ સમસ્યા અંગે પસ્તાળ પાડી હતી.
પાણીની સમસ્યાને લઈ વિપક્ષી સભ્યો પ્રમુખ સમક્ષ પીવાના પાણીના માટલા સાથે પહોંચી આક્રમક રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવે વિપક્ષી સભ્યોદ્વારા કરાયેલી રજૂઆતોને ગંભીરતા પૂર્વક સાંભળી હતી. તેઓએ જણાવ્યું કે મને સત્તામાં આવ્યાને હજુ એક મહિનો થયો છે. લોકોની સમસ્યાનું નિવારણ લાવવા હમો કટીબધ્ધ છીએ એમ ઉમેરી પ્રજાહિતના પ્રશ્નો ઉકેલવા માટે પાલિકા ચોક્કસપણે યોગ્ય પગલા લેશે એવી ખાતરી આપી હતી.









