Gujarat

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી ફોર્મ રદ

By GS TEAM
13 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા ચૂંટણી વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ આજે રદ કરવામાં આવ્યું હતું. જેમાં જાતિ વિષય ચકાસણીમાં પુરવણી બે રજૂ ન થતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના વોર્ડ નં.15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહીં હોવાથી ઉમેદવારી ફોર્મ રદ

Vadodara Congress : વડોદરા ચૂંટણી વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ આજે રદ કરવામાં આવ્યું હતું. જેમાં જાતિ વિષય ચકાસણીમાં પુરવણી બે રજૂ ન થતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

જે અંગે ઉમેદવાર રાજેન્દ્ર બારોટે જણાવ્યું હતું કે, હાઇકોર્ટનો ઓર્ડર છે તે પ્રમાણે પુરવણી બે રજૂ કરવાની હોય છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓએ મારી પુરવણી રજૂ થવા દીધી ન હતી. તેમની જગ્યાએ હવે કોંગ્રેસના ડમી ઉમેદવાર હિતેશ માછીએ ઉમેદવારી નોંધાવી છે અને તેમનું ફોર્મ સ્વીકારી લેવામાં આવતા હવે આશિષ જોષી સાથે પેનલમાં હિતેશ માછી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.