Get The App

24 વર્ષથી ગેટ બંધ થયા નથી તો હવે કેમ...કોંગી ઉમેદવાર આશિષ જોષીએ બૂથના ગેટ ખોલાવ્યા

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
24 વર્ષથી ગેટ બંધ થયા નથી તો હવે કેમ...કોંગી ઉમેદવાર આશિષ જોષીએ બૂથના ગેટ ખોલાવ્યા 1 - image

વડોદરાઃ શહેરના સંવેદનશિલ ગણાતા પાણીગેટ આયુર્વેદિક કોલેજના બૂથ પર આજે બે ગેટ બંધ કરાતાં કોંગ્રેસના વોર્ડ નંબર-૧૫ના ઉમેદવાર આશિષ જોશીએ ઉગ્ર વિરોધ કરી ગેટ ખોલાવ્યા હતા.

આયુર્વેદિક કોલેજના બૂથ પર મેમણ કોલોની,ત્રિલોક નગર જેવા વિસ્તારના મતદારો  મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે.જે દરમિયાન આજે બે ગેટ બંધ હોવાથી કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીએ વિરોધ કર્યો હતો.

તેમણે ગેટ બંધ કરવા બદલ કાયદો અને વ્યવસ્થાનું કારણ દર્શાવતી પોલીસને કહ્યું હતું કે,હું ૨૪ વર્ષથી આ બૂથ પર મતદાન કરું છું અને એક પણ વખત બંને ગેટ  બંધ જોયા નથી.ચોક્કસ વર્ગના મતદારો વધુ હોવાને કારણે તેમને હેરાન કરવા માટે આવા કરતૂત કરવામાં આવી રહ્યા છે અને મોબાઇલ પણ બહાર મૂકાવી દેવાય છે.આખરે પોલીસે ગેટ ખોલી આપ્યો હતો.