Gujarat
અશાંતધારો લાગુ છતા લિંબાયતમાં પણ મંજુરી વગર મિલકતો ટ્રાન્સફર કરાવાતી હોવાની ફરિયાદો
By GS Team
19 Mar 20221 min read
This article was originally published on 19 Mar 2022

સુરત
સુરત શહેરમાં કતારગામ, અડાજણ અને લિંબાયતમાં અંશાતધારો લાગુ કરાયો હોવા છતા લિંબાયત વિસ્તારમાં પણ કલેકટરની મંજુરી વગર મિલકતો તબ્દીલ કરાતી હોવાની ફરિયાદ ઉઠી છે.
જિલ્લા સેવાસદન ખાતે આજે અધિક કલેકટર વાય.બી ઝાલાના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં શ્યામધામ મંદિરથી કામરેજ ચાર રસ્તા સુધી તેમજ કામરેજ મામલતદાર કચેરીથી કામરેજ ચાર રસ્તાથી અજીમ હોસ્પિટલ સર્વિસ રોડ પરના ડીવાઇડર પરના દબાણાનો પ્રશ્ન ઉઠયો હતો. તો બીજી બાજુ લિંબાયત વિસ્તારમાં પણ અંશાતધારો લાગુ કરાયો હોવા છતા કેટલાક તત્વો દ્વારા અંશાતધારા કાયદાનો સરાજાહેર ભંગ કરી રહ્યા છે. જેની સામે પગલાં લેવાની સાથે જ મિલ્કત તબદીલી અટકાવવા માટે રજુઆતો થઇ હતી. આ ઉપરાંત વીજ ટ્રાન્સફરો ખસેડવા માટે રજુઆતો થઇ હતી.




