Gujarat

તત્કાલિન મંત્રીએ 13.43 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

By GS Team
5 Jan 20221 min read
This article was originally published on 5 Jan 2022
તત્કાલિન મંત્રીએ 13.43 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

મહેસાણા, તા.4

વિજાપુર તાલુકાના કણભા ગામની દૂધ મંડળીના પૂર્વમંત્રીએ તેના ફરજકાળ દરમિયાન રૃ.૧૩.૪૩ લાખની ઉચાપત કર્યાનો ભાંડો ઓડિટમાં ખુલવા પામતા મંડળીના પ્રમુખે તત્કાલિન મંત્રી વિરૃધ્ધ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વિજાપુર તાલુકાના કણભા ગામે રહેતા અને કણભા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ લાલાભાઈ શંકરદાસ પટેલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં દૂધ મંડળીના તત્કાલિન મંત્રી ગોસ્વામી રાજેશગિરિ મંગળગિરિ વિરૃધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ  કણભા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું તા.૧/૪/૨૦૨૦ થી ૩૧/૩/૨૦૨૧ સુધીના વર્ષનું ઓડિટ સહકારી મંડળીઓના ઓડિટર આર.જી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ ઓડિટનો અહેવાલ રીપોર્ટ મહેસાણા જિલ્લાના સરકારી મંડળીઓના રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. જેમાં કણભા દૂધ મંડળીના તત્કાલિન મંત્રી રાજેશગિરિ ગોસ્વામી દ્વારા તા.૩૦/૧૧/૨૦૨૦ થી ૩૧/૧૨/૨૦૨૧ દરમિયાનમાં રૃ.૧.૫૦ લાખની હંગામી ઉચાપત અને મંડળીના રોજમેળ મુજબ તેની બંધ સિલક રૃ.૧૧.૯૩ લાખની કાયમી ઉચાપત મળીને પૂર્વમંત્રી રાજેશગિરિએ કુલ રૃ.૧૩.૪૩ લાખની નાણાકીય ઉચાપત કરી હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ અહેવાલમાં કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.