સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીનો વીડિયો વાયરલ થતા જીવદયાપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.
સોશ્યલ મીડિયામાં ફેમસ થવા ઈન્સ્ટાગ્રામ પર આ રીલ અપલોડ કરાઈ હતી, જેમાં ત્રણ યુવાનો પૈકી એક યુવાન દીપડાને દોડાવતો હોવાનું જોવા મળે છે. યુવાનો પિંજરાની એકદમ નજીક પહોંચી રીલ બનાવતા ઝૂની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયો સુજલ રાજા નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે અપલોડ કર્યો હતો. આઘટનાને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. જીવદયા પ્રેમીએ કહ્યું કે આ પ્રકારની હરકત પ્રાણીઓ પર ક્રૂરતા સમાન છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ગુનાહિત કૃત્ય છે. તેમણે ઝૂ વિભાગને લેખિતમાં ફરિયાદ આપીને ઘટનાસ્થળે સુરક્ષા કર્મચારીઓની હાજરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ઘટના અંગે ઝૂ ક્યુરેટરે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નિયમોના ઉલ્લંઘન તથા વાઇલ્ડ ધાવે છે. કે ભવિષ્યમાં લાઈફ પ્રોટેક્શન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. ઝૂક્યુરેટરે જણાવ્યું કે ભવિષ્યમાં ફરી કોઈ આવી પ્રવૃત્તિ ન કરે તે માટે દાખલા રૂપ કાર્યવાહી કરાશે.


