Gujarat

ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ

By GS Team
13 Oct 20252 mins read
This article was originally published on 13 Oct 2025
ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ

બિઝનેશ એનાલીસ્ટે પોલીસનું શરણુ લીધું

નક્કી કરવામાં આવ્યા પ્રમાણેનું કામ નહીં કરવાથી ફરિયાદીએ સરખું કરાવવા માટે બીજા રૃપિયા ૨ લાખનો ખર્ચ કરવો પડયો

ગાંધીનગર :  ન્યુ ગાંધીનગરમાં પીડીઇયુ રોડ પર ફ્લેટમાં ફર્નિચર બનાવવાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર સામે રૃપિયા ૧૧ લાખ લીધા પછી યોગ્ય કામ નહીં કરવા અને સમય મર્યાદામાં કામ નહીં કરવાની સાથે પૈસા પણ પરત નહીં આપવાની ફરિયાદ બિઝનેશ એનાલીસ્ટ દ્વારા નોંધાવાઇ છે. તેમાં નક્કી કરવામાં આવ્યા પ્રમાણેનું કામ નહીં કરવાથી ફરિયાદીએ સરખું કરાવવા માટે બીજા રૃપિયા ૨ લાખનો ખર્ચ કરવો પડયો હોવાનું પણ જણાવાયું છે.

મુળ વડાદરાના વતની અને હાલ રાંદેસણમાં ભાડાના મકાનમાં રહેતા તથા ગિફ્ટ સિટીમાં સ્માર્ટ સેન્સ સોલ્યુસન્સ નામની કંપનીમાં બિઝનેશ એનાલીસ્ટ તરીકે નોકરી કરતાં મહષ ભુપેન્દ્રભાઇ સુચક નામના યુવાને ઉપરોક્ત ફરિયાદ નોંધાવી છે. તેમાં આરોપી તરીકે રાંદેસણમાં આવેલી શુભારંભ રેસીડેન્સીના શોપિંગમાં ફનચર પોઇન્ટ નામથી ધંધો કરતાં નગીનભાઇ સુથાર અને મુકેશભાઇ શંકરજી સુથારના નામ આપવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવાયા પ્રમાણે મહષ સુચકો કોબા વિસ્તારમાં પીડીઇયુ રોડ પરની સ્કીમમાં ફ્લેટ વેચાતો લીધો હોય તેમાં ઇન્ટિરીયર અને ફનચર માટેનું કામ આરોપીઓને સોંપ્યુ હતું. જેનું રૃપિયા ૨૧ લાખનું ક્વોટેશન આપતાં તેના આધારે બેંકમાં લોનની અરજી કરી હતી. બેંક લોનના રૃપિયા ૯.૯૦ લાખ મળીને ફરિયાદીએ ફનચર કોન્ટ્રાક્ટરને રૃપિયા ૧૧.૧૦ લાખ આપ્યા હતાં. તેમાં લોનના નાણા તેમના ખાતામાં જ સીધા ટ્રાન્સફર કરાયા હતાં. પરંતુ બાદમાં પખવાડિયા જેટલા સમય સુધી કામ કર્યા બાદ કામ બંધ કરી દીધું હતું. તેમનો સંપર્ક કરવામાં આવે ત્યારે બહાના કરવા લાગ્યા હતાં. જે કામ કર્યું તે પણ વાયદા પ્રમાણેનું અને યોગ્ય નહીં હોવાથી સરખુ કરવાનો પણ ૨ લાખનો ખર્ચ થયો હતો. સાથે ઓગસ્ટ મહિનામાં કામ પુરૃ કરવાનું વચન નહીં પાળતા ભાડાના મકાનનો ખર્ચ પણ ઉઠવવાનો થતાં આખરે ફરિયાદ નોંધાવતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.