Gujarat

સુરત: અડાજણ પાટીયાની પરિણીતાને સોશ્લિય મિડીયા પર બદનામ કરનાર વિરૂધ્ધ ફરીયાદ

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
સુરત: અડાજણ પાટીયાની પરિણીતાને સોશ્લિય મિડીયા પર બદનામ કરનાર વિરૂધ્ધ ફરીયાદ

- લગ્નના છ માસમાં ગોદ ભરાય થતા પિયરમાં રહેવા આવીઃ સાસરીયાના ત્રાસથી કંટાળી પિયરમાં જ રહેતી હતી, પરિણીતાના મામાએ સમજાવવાનો પ્રયાસ કરતા તેને પણ બદનામ કર્યા

સુરત,તા.22 માર્ચ 2021, મંગળવાર

સાસરીયાના ત્રાસને પગલે ગોદ ભરાય બાદ અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતી પરિણીતાને બદનામ કરવા સોશ્યિલ મિડીયામમાં મેસેજ વાયરલ કરવા ઉપરાંત ઇન્સાફ અપાવા તને આ જ છોકરી મળી છે એમ કહી પરિણીતાના કૌટુંબિક મામાને ધમકી આપનાર જામનગરના યુવાન વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

અડાજણ પાટીયા સ્થિત આશિયાના કોમ્પ્લેક્ષમાં રહેતા જાવીદ રજાક ડાબલા (ઉ.વ. 46 મૂળ રહે. રબ્બાની કોલોની, બહારપુરા, તા. ધોરાજી, જિ. રાજકોટ) ની કૌટુંબિક ભાણેજના સમીરા (નામ બદલ્યું છે) ના ચાર વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને છ મહિના બાદ ગોદ ભરાય થતા સમીરા તેના માતા-પિતાને ત્યાં રહેવા આવી ગઇ હતી. સમીરા સાસરે રહેતી હતી ત્યારે સાસરીયા ત્રાસ આપતા હોવાથી પિયરમાં જ રહેતી હતી અને પતિ વિરૂધ્ધ કોર્ટમાં કેસ પણ કર્યો હતો. જે અંતર્ગત સોશ્યિલ મિડીયા પર અનીસ હાજી યુનુસ કાંગડા (રહે. અક્શામંઝિલ, સનસિટી-1, મોરકંડારોડ, જામનગર) એ સોશ્યિલ મિડીયા પર સમીરાને બદનામ કરવાનું ચાલુ કર્યુ હતું. અનીસ હમવતની અને તેનાથી પરિચીત હોવાથી જાવીદે તેને ફેસબુક પર મેસેજ કરી દીકરીને બદનામ ન કરો તો સારૂ તેવો મેસેજ કર્યો હતો. તેમ છતા અનીસે બદનામ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી જાવીદે અનીસને ફેસબુક મેસેન્જર અને વ્હોટ્સઅપ કોલીંગ થકી પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં ગત 23 ફેબ્રુઆરીએ અનીસે જાવીદ પર વ્હોટ્સઅપ કોલ કરી કહ્યું હતું કે ઇન્સાફ અપાવા તને આ જ છોકરી મળી છે અને વાતચીતમાં તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અનીસે જાવીદને ગાળો આપવાની સાથે બિભત્સ મેસેજ કર્યા હતા અને તેને પણ બદનામ કરવાનું ચાલુ કર્યુ હતું.