Get The App

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી

આ સ્ટેડિયમ કોમનવેલ્થ ગેમ્સમાં સંભવિત વેન્યૂ તરીકે પસંદગીમાં સામેલ કરાયું છે

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી 1 - image

કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમની આજે કોમનવેલ્થ સ્પોર્ટ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે ગુજરાતના વિવિધ સ્થળોમાં વડોદરાનું આ સ્ટેડિયમ સંભવિત વેન્યૂ તરીકે પસંદગીમાં સામેલ છે.

પ્રતિનિધિમંડળે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના અંગે માહિતી આપી હતી. આ ગેમ્સ કુલ ૧૧ દિવસ દિવસ સુધી ચાલશે, જેમાં ૭૪ દેશોના ૪ હજારથી વધુ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેશે. ઉપરાંત ૧૫થી ૧૭૨મતોના સ્પર્ધાત્મક ઇવેન્ટ્સ ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાનાર છે.

આ પ્રસંગે સ્ટેડિયમની સુવિધાઓ અને ક્ષમતાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. કોમનવેલ્થ સ્પોર્ટ તરફથી ડિરેક્ટર ઓફ સ્પોર્ટ્સ એન-લૂઈઝ મોર્ગન અને ટેકનિકલ કન્સલ્ટન્ટ નીલ કાર્ની સહિત ગેમ્સ ડિલિવરી ટેકનિકલ ટીમ હાજર રહી હતી.

તેમની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના અધિકારીઓ તેમજ વડોદરાના જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા કોચ ઉપસ્થિત રહ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી સીઈઓ સ્નેહલ પારીખસહિત બીસીએની ટીમ હાજર રહી હતી.

પ્રતિનિધિમંડળ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનિકલ સુવિધાઓ અને સુવ્યવસ્થિત મેનેજમેન્ટથી પ્રભાવિત થઈ હોવાનું જણાવ્યું છે.