Gujarat
જામનગરમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં વેક્સિનેશનનો પ્રારંભ
By GS Team
3 Jan 20221 min read
This article was originally published on 3 Jan 2022

જામનગર, તા. 03
જામનગર શહેરમાં આજે 15 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટેના મેગા વેક્સિનેશન પ્રોગ્રામનો પ્રારંભ કરાવાયો છે, અને જુદીજુદી 22 શાળાઓમાં સામૂહિક રીતે વેક્સિનેશન ની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે.
જામનગરની સત્ય સાંઈ સ્કૂલમાં 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામનગરની ગુ.સા. મહેતા કન્યા વિદ્યાલયમાં પણ વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શહેરની 22 શાળાઓમાં એકીસાથે 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓનું વેક્સિનેશન શરૂ કરી દેવાયું છે. તે માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની સમગ્ર ટિમ વેક્સીનેશનની પ્રક્રિયામાં જોડાઈ ગઈ છે, તેમજ વિદ્યાર્થીઓ પણ વેકસીનેશન કરાવી રહ્યા છે.




