સુરતમાં 12 થી 15 વર્ષના બાળકોને વેક્સીનેશનનો પ્રારંભ

-સુરતની સરકારી- ખાનગી સ્કૂલોમાં બપોર સુધીમાં 6299 બાળકોને વેક્સીનના ડોઝ અપાયા
-પહેલા દિવસે પાલિકાના 20 હજાર બાળકોને વેક્સીન આપવાનો લક્ષ્યાંક પૂરો થાય તેવી શક્યતા ઓછી
(પ્રતિનિધિ) સુરત,16 માર્ચ 2022, બુધવાર
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આજથી 1થી 15 વર્ષના વિદ્યાર્થીઓનું વેક્સીનેશન શરૃ કરવામાં આવ્યું છે. પાલિકાએ પહેલા દિવસે 20 હજાર બાળકોને વેક્સીન આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ બપોર સુધીમાં 6299 બાળકોને વેક્સીન આપવામાં આવી છે. પાલિકાની સરકારી અને ખાનગી સ્કૂલ માં વેક્સીનેશન શરૃ થયું છે પરંતુ પહેલા દિવસે ટાર્ગેટ પૂરો થાય તેવી શક્યતા ઓછી છે.
કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે નવી લહેર આવે તેવી શક્યતા પણ નહિવત છે તેની સાથે સરકાર દ્વારા 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓને વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.સુરત મ્યુનિ. વિસ્તારમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતાં 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા 1.41 લાખ બાળકો છે તેઓને વેક્સીનેશન માટે પાલિકાએ આયોજન કર્યું છે.
. આજે શહેરની 131 સરકારી અને ખાનગી શાળાઓમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોના વેક્સીનેશન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકો માટે કોર્બેટ વેક્સની વેક્સીનેશન ના ડોઝ આપવામાં આવી રહ્યા છે અને બપોર સુધી 6299 વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા હતા. હૈદરાબાદ થી સુરત ખાતે આવેલા જથ્થાને સિવિલ હોસ્પિટલ ખાતે સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો અને હવે આજથી તબક્કાવાર બાળકોના વેક્સીનેશન ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાલિકાએ પહેલા દિવસે 20 હજાર વિદ્યાર્થીઓને વેક્સીન આપવા માટેનું આયોજન શરૂ કર્યું હતું પરંતુ જે પહેલા કલાકોમાં વેક્સીનેશન થયું તેના કારણે આ લક્ષ્યાંક પુરો થાય તેવી શક્યતા ઓછી છે.




