Gujarat

વરસાદી પાણીનો સંગ્રહ કરવા AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે

By GS TEAM
18 Nov 20251 min read
વરસાદી પાણીનો સંગ્રહ કરવા  AMC ના ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે

  અમદાવાદ,સોમવાર,17 નવેમ્બર, 2025

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની  શાળાઓ,ઝોન તથા વોર્ડ ઓફિસ સહિતની ૧૨૩૦ બિલ્ડિંગમાં દોઢ વર્ષમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે. સિસ્ટમ નાંખવા રુપિયા ૨૩.૬૩ કરોડનુ એપોલો સ્ક્રીન્સ પ્રા.લી.નુ ટેન્ડર મંજુર કરી પાણી સમિતિએ તેને પાંચ વર્ષનો ઓપરેશન અને મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપ્યો છે.

પાંચ વર્ષની મુદત પુરી થવા આવી એ સમયે મ્યુનિ.ભાજપના હોદ્દેદારોને વિવિધ વિસ્તારમા આવેલી કોર્પોરેશન હસ્તકની બિલ્ડિંગમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની બાબત એકાએક યાદ આવી છે.કોર્પોરેશન હસ્તકના તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ,લાઈબ્રેરી વગેરેમાં ખરેખર કેટલા સમયમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નંખાશે એનો જવાબ આપવા હાલ આ દરખાસ્તને મંજૂર કરવાવાળાને ફરી કોર્પોરેશનની ટિકીટ મળશે કે કેમ એવી પરિસ્થિતિમાં તેમની પાસે કોઈ જવાબ માંગવાનુ નથી.