Get The App

બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૭૭૯૧ મિલકત સીલ કરાઈ

શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪૧૨૬ મિલકત સીલ, કુલ છ કરોડની વસૂલાત

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
બાકી મિલકતવેરો વસૂલવા અમદાવાદમાં એક દિવસમાં ૭૭૯૧ મિલકત સીલ કરાઈ 1 - image

     

  અમદાવાદ,શુક્રવાર,20 માર્ચ,2026

અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે શુક્રવારે એક જ દિવસમાં કુલ ૭૭૯૧ મિલકત કોર્પોરેશને સીલ કરી હતી.સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૪૧૨૬ મિલકત સીલ કરવામા આવી હતી.દિવસાંતે રુપિયા છ કરોડની બાકી મિલકતવેરાની વસૂલાત તંત્રે કરી હતી.

તમામ સાત ઝોનમા આવેલા વિવિધ માર્કેટ ઉપરાંત રહેણાંક તથા કોમર્શિયલ મિલકત જેનો મિલકતવેરો ઘણાં સમયથી ભરવામા આવતો નથી તેવી મિલકતો આજે અલગ અલગ ટીમ દ્વારા સીલ કરવામા આવી હતી.પૂર્વમા આવેલા ઓઢવ,કઠવાડા અને વસ્ત્રાલ વોર્ડમા આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે શાંતિપુરા ચોકડી,ધોળકા રોડ ઉપર આવેલી મિલકતોના ધારકો પાસેથી બાકી મિલકતવેરાની વસૂલાત કરવામા આવી હતી.

ઝોન મુજબ કેટલી મિલકત સીલ કરાઈ

ઝોન    સીલ

મધ્ય   ૫૪૫

ઉત્તર   ૧૩૩

દક્ષિણ  ૧૬૮૬

પૂર્વ    ૩૭૨

પશ્ચિમ  ૪૧૨૬

ઉ.પ.   ૭૨૮

દ.પ.   ૨૦૧

કુલ     ૭૭૯૧

કયા ટેકસની કેટલી આવક

પ્રકાર   આવક(કરોડમાં)

પ્રોપર્ટી  ૧૭૧૪.૮૫

પ્રોફેશન ૨૬૭.૮૨

વ્હીકલ ૨૨૯.૫૫

કુલ     ૨૨૩૭.૪૫