Gujarat

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું: નલિયા ૫.૮ ડિગ્રી સાથે ઠંડુંગાર, અમદવાદમાં ૧૧.૪

By GS Team
15 Dec 20182 mins read
This article was originally published on 15 Dec 2018
ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું: નલિયા ૫.૮ ડિગ્રી સાથે ઠંડુંગાર, અમદવાદમાં ૧૧.૪

અમદાવાદ, શુક્રવાર

શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૃ કરતા ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નલિયામાં ઠંડીએ બે વર્ષનો રેકોર્ડ તોડતાં ૫.૮ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ઠંડીનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ૧૧.૪ ડિગ્રી સાથે સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.

નલિયા ખાતે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડિસેમ્બર માસમાં સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ નોંધાયો છે. અગાઉ ૨૬ ડિસેમ્બર ૨૦૧૬ના ૭.૮, ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના ૬.૪ ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. ૧૧ ડિસેમ્બર ૧૯૬૪ના ૦.૬ ડિગ્રી સાથે નલિયામાં ઠંડીનો ઓલટાઇમ હાઇએસ્ટ રેકોર્ડ છે. નલિયામાં એક જ દિવસમાં ૮ ડિગ્રી તાપમાન ઘટી ગયું હતું. ગુરુવારે રાત્રે નલિયામાં ૧૩ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં પણ સૂસવાટાભર્યા પવનથી વહેલી સવારે-મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. આજે દિવસે પણ ઠંડીનો હળવો ચમકારો અનુભવાયો હતો અને ૨૫.૬ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.આગામી ચાર દિવસ અમદાવાદમાં ૧૨ ડિગ્રીની આસપાલ ઠંડી રહેશે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ઉત્તરપૂર્વથી પૂર્વ દિશાનો પવન હાલમાં છે અને જેના લીધે ઠંડીમાં વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત્ રહેશે. '

હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ૨.૪ ડિગ્રી નોંધાયો હતો અને આગામી ૩ દિવસમાં ૧ ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાઇ શકે છે.

ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?

શહેર   ઠંડી

નલિયા ૫.૮

ડીસા   ૧૦.૧

રાજકોટ        ૧૧.૦

વલસાડ        ૧૧.૧

અમદાવાદ     ૧૧.૪

સુરેન્દ્રનગર    ૧૧.૮

દીવ    ૧૧.૮

વલ્લભ વિદ્યાનગર     ૧૨.૪

ભૂજ    ૧૨.૪

ગાંધીનગર     ૧૩.૦

વડોદરા        ૧૩.૨

અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી વધુ ઠંડી

વર્ષ    ઠંડી

૨૮ ડિસેમ્બર ૨૦૦૮   ૧૦.૫

૨૭ ડિસેમ્બર ૨૦૦૯   ૧૧.૫

૨૨ ડિસેમ્બર ૨૦૧૦   ૮.૨

૨૭ ડિસેમ્બર ૨૦૧૧   ૯.૨

૨૮ ડિસેમ્બર ૨૦૧૨   ૯.૨

૨૮ ડિસેમ્બર ૨૦૧૩   ૮.૩

૧૫ ડિસેમ્બર ૨૦૧૪   ૭.૪

૨૦ ડિસેમ્બર ૨૦૧૫   ૮.૦

૨૪ ડિસેમ્બર ૨૦૧૬   ૧૦.૭

૨૪ ડિસેમ્બર ૨૦૧૭   ૧૦.૧