Gujarat

ટાઢા બોળ પવન ફુંકાતા ઠંડીની ધાર તીવ્ર બની : નલિયા ૧ર.ર ડિગ્રી

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
ટાઢા બોળ પવન ફુંકાતા ઠંડીની ધાર તીવ્ર બની : નલિયા ૧ર.ર ડિગ્રી

ભુજ,શુક્રવાર

કચ્છમાં માવઠાનું સંકટ ટળ્યા બાદ ઠંડીના પ્રમાણમાં વાધારો થયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. નલિયા ૧ર.ર ડિગ્રી સાથે રાજ્યનું સૌથ ઠંડુ માથક રહ્યું હતું. કંડલા (એરપોર્ટ) ૧૩.૮ ડિગ્રી, ભુજમાં ૧૬.૪ અને કંડલા પોર્ટમાં ૧૭ ડિગ્રી નોંધાયું હતું. બર્ફિલા પવન તેજ ગતિએ ફુંકાવાના લીધે ઠંડીની ધાર વધુ તીવ્ર બની છે. લોકો ગરમ વસ્ત્રોથી સજ્જ જોવા મળી રહ્યા છે.

વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના કારણે નવેમ્બરના અંતિમ દિવસે જિલ્લાનું વાતાવરણ પલ્ટાયંુ હતું. જો કે, કમોસમી વરસાદ પડયો નહોતો. માવઠાનો માહોલ દુર થતા તાપમાનનો પારો નીચે ગગડતા ઠંડીની તીવ્રતાનું પ્રમાણ વધ્યું છે. નલિયામાં ગઈકાલની તુલનાએ ત્રણ ડિગ્રી જેટલો તાપમાનનો પારો ઉતરીને ૧ર.૩ ડિગ્રીના આંકે સિૃથર રહ્યો હતો. નલિયા અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીની સવિશેષ અસર વર્તાઈ હતી.

જિલ્લા માથક ભુજમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૬.૪ ડિગ્રી સે. નોધાયું હતું. દિવસભર ઠંડો પવન ફુંકાયો હતો. પવનની ગતિ વાધી ગઈ હતી. ઉત્તર-પૂર્વ દિશાએાથી પ્રતિ કલાક સરેરાશ ૧ર કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. ઠંડા પવન ફુંકાવાને લીધે લોકો ગરમ વસ્ત્રોથી સજ્જ જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉંચુ રહ્યું હતું. સવારે ૭૪ ટકા અને સાંજે ૪૭ ટકા નોંધાયુ હતું.