Get The App

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા

સી જી રોડ આવેલા સ્પામાં મહિલા સંચાલક દ્વારા વિદેશી યુવતીઓ પાસે મસાજના નામે ગોરખધંધા ચાલુ કરાવ્યા

પોલીસના દરોડાની વાત દુર રહી ગાંધીનગરની એજન્સી પણ સ્પામાં ઘુસી ન શકે તેવો વાયરલ વિડીયોમાં દાવો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા 1 - image

અમદાવાદ, બુધવાર

અમદાવાદમાં દરેક વિસ્તારના કોમર્શીયલ વિસ્તારમાં બીજી કોઇ દુકાન ખુલે કે ન ખુલે પણ સ્પા સેન્ટર ચોક્કસ ખુલી જાય છે.  જેમાં મસાજના નામે દેહવિક્રયના ગોરખધંધા પોલીસની રહેમનજર હેઠળ ચાલે છે. ત્યારે હવે સ્પામાં ખુદ પોલીસની માલિકીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સીજી રોડ  પર આવેલા સ્પા ઇન ધ સીટી નામના મસાજ પાર્લરમાં પિહુ નામની મહિલા સંચાલકે વિદેશી યુવતીઓ અને બહારના રાજ્યની યુવતીઓને થેરાપીસ્ટ તરીકે લાવીને મસાજના નામે દેહવિક્રયનો કારોબાર શરૂ કર્યો છે. જેમા પોલીસ સાથે સીધુ સેટીંગ હોવાની ખાતરી ગ્રાહકને આપવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા 2 - imageજેમાં સ્પા ઇન ધ સીટીમાં રીસ્પેશન કામ કરતી ટોકન પેટે કાઉન્ટર પર 1500થી 2000 જમા કરાવીને મસાજ રૂમમાં મોકલીને અંદર યુવતીઓ કો-ઓપરેટીવ હોવાની ખાતરી આપે છે. પરંતુ,  ફુલ સર્વિસનો ભાવ અંદર રહેલી યુવતી નક્કી કરશે તેમ કહે છે.  સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતી ગ્રાહકો પાસે 3500થી 7000ની રકમ વસુલે છે.  સાથે સાથે રિશેપ્શન પર રહેલી યુવતી એવી પણ ખાતરી આપે છે કે 100 નંબર કે 112 નંબર પર કોલ થશે તો પણ પોલીસ ફરકશે નહી. 

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા 3 - imageસુત્રોના જણાવ્યા મુજબ સ્પાની મહિલા સંચાલિકા બહારથી યુવતીઓને લાવીને તેમને પગાર આપવાના બદલે સીધા ગ્રાહકો સાથે ડીલ કરાવીને યુવતીએ ગ્રાહક પાસેથી લીધેલા નાણાંમાં પણ 20 ટકા કમિશન લે છે. આમ, પગાર વિના જ યુવતીઓને વધુને વધુ ગ્રાહકો મળે તે પ્રકારની સિસ્ટમ ગોઠવવામાં આવી છે. સીજી રોડ જેવા પોશ વિસ્તારમાં આવતા ગ્રાહકો પણ હાઇપ્રોફાઇલ હોવાથી પ્રતિદિન ખુબ મોટાપ્રમાણમાં કારોબાર ચલાવવામાં આવે છે.  આમ, પોલીસની આડકતરી ભાગીદારીમાં મસાજ સેન્ટરના નામે કાળો  કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. જો કે આ વિડીયોના આધારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.  જેના આધારે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.